અજિંક્ય રહાણેના બાળપણનો મિત્ર ભારતને હારતા જોવા માંગે છે
સિડની, 27 ફેબ્રુઆરી: વિશ્વકપમાં ભારતે શાનદાર જીત શાતે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ભારતે પહેલા પાકિસ્તાન અને પછી દક્ષિણ આફ્રિકાની ઉપર જબરદસ્ત જીત નોંધાવી છે. પરંતુ ભારતનો હવે પછીનો મુકાબલો યૂએઇ સાથે છે.
પરંતુ દક્ષિણ આફ્રીકાની વિરુદ્ધ જે પ્રકારની આતિશી પારી અજિંક્ય રહાણેએ રમી હતી તેમના માટે હવે પછીની મેચમાં તેમના જ બાળપણના મિત્રો મુશ્કેલીનું કારણ બની શકે છે. રસપ્રદ વાત એ છે કે યૂએઇના વિકેટ કીપર સ્વપ્નિલ પાટિલ ભારતના મૂળ રહેવાસી છે અને તેમણે રહાણેની સાથે ક્રિકેટ રમવાનું પસંદ કર્યું હતું.

સ્વપ્નિલે જણાવ્યું કે તે રહાણેની વિકેટ ઝલદી લેવા માગે છે અને તેઓ દિલથી ઇચ્છે છે કે યૂએઇની વિરુદ્ધ ભારતની હાર થાય. એવામાં એ જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે કે ક્યારેક એક સાથે ક્રિકેટની શરૂઆત કરનારા રહાણે અને સ્વપ્નિલ વિશ્વકપમાં કયા અંદાજમાં એકબીજાનો સામનો કરશે.












Click it and Unblock the Notifications
