રામચંદ્ર ગુહાના 7 મોટા આરોપ! ધોની, દ્રવિડ, ગાવસ્કર નિશાના પર

Written By:
Subscribe to Oneindia News

બીસીસીઆઇની વહીવટી સમિતિમાંથી રાજીનામું આપ્યા બાદ રામચંદ્ર ગુહાએ પત્ર દ્વારા જાણે મોટો બોમ્બ ફોડ્યો છે. રામચંદ્ર ગુહાએ રાજીનામું આપ્યું બાદ બીસીસીઆઇના ચેરમેન વિનોદ રાયને પત્ર લખી, કેટલાક અગત્યના મુદ્દાઓને સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પત્રમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના પત્રમાં ખેલાડીઓને વિશેષ મહત્વ અપાતું હોવાથી માંડીને આ ખેલાડીઓની બાબતમાં નિયમોની અવગણના કરી તેમને લાભ આપવા જેવી બાબતોની ટીકા કરી છે.

ramchandra guha

રામચંદ્ર ગુહાને સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઇની વહીવટી સમિતિના સભ્ય નિમવામાં આવ્યા હતા, પરંતુ ગુહાએ વ્યક્તિગત કારણોનું બહાનું આગળ ધરતાં રાજીનામું આપી દીધું છે. 2 જૂન, 2017ના રોજ ગુહાએ પોતાના પત્રમાં રાજીનામા પાછળના 7 મુખ્ય કારણો જણાવ્યા છે. પોતાના પત્રમાં તેમણે સવાલ કર્યો છે કે, બીસીસીઆઇમાં પારદર્શિતા છે કે કેમ. તેમણે બીસીસીઆઇ અને વહીવટી સમિતિ તરફથી સ્ટાર ખેલાડીઓને આપવામાં આવતી સુવિધા પર પણ પ્રશ્નાર્થ મુક્યો છે.

રામચંદ્ર ગુહાના 7 મોટા આરોપ

  1. વહીવટી સમિતિ જુદા-જુદા હિતોના ટકરાવ પર પૂર્ણ વિરામ મુકવામાં નિષ્ફળ રહી છે. રાષ્ટ્રીય કોચ આઇપીએલ માટે રાષ્ટ્રીય ટીમની અવગણના કરે છે. આઇપીએલ ટીમ દિલ્હી ડેરડેવિલ્સના કોચ રાહુલ દ્રવિડ ભારતીય ટીમ તથા જુનિયર ભારતીય ટીમના પણ કોચ છે.
  2. સુનીલ ગાવસ્કર ખેલાડીઓની એક મેનેજમેન્ટ કંપનીના પ્રમુખ છે, આમ છતાં બીસીસીઆઇ એ કેમેન્ટ્રી માટે તેમની પસંદગી કરી છે.
  3. મહેન્દ્ર સિંહ ધોની ટેસ્ટ ટીમના ખેલાડી ન હોવા છતાં તેમને એ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે.
  4. ભારતીય ટીમના કોચના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. કોચ તરીકે કુંબલેનું પ્રદર્શન શ્રેષ્ઠ હોવા છતાં ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય એ પહેલાં જ તેમની પર વિવાદ ઊભો કરવામાં આવ્યો.
  5. વહીવટી સમિતિ સ્થાનિક ક્રિકેટરોની અવગણના કરે છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને અને સ્થાનિક ખેલાડીઓની ફી વચ્ચે પણ બહુ મોટું અંતર છે.
  6. બીસીસીઆઇમાંથી બરખાસ્ત થયેલ અધિકારીઓ પણ બીસીસીઆઇની બેઠકોમાં ભાગ લે છે અને વહીવટી સમિતિ આ અંગે બિલકુલ ચુપ છે.
  7. વહીવટી સમિતિમાં એક પણ પુરુષ ક્રિકેટર નથી, જવાગલ શ્રીનાથનો સમિતિમાં સમાવેશ કરવો જોઇએ.
English summary
Ramchandra Guha exposes rot in cricket, attacks M.S.Dhoni, Sunil Gavaskar and Rahul Dravid.
Please Wait while comments are loading...