RCB Vs SRH: પડિક્કલ-મેક્સવેલની ઇનિંગ ગઇ એળે, હૈદરાબાદની રોમાંચક જીત
આઈપીએલ 2021 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો અબુધાબીના મેદાન પર સામસામે છે. આ મેચમાં ટોસ જીતીને RCB એ SRH ને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ. હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 141 ર
આઈપીએલ 2021 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો અબુધાબીના મેદાન પર સામસામે છે. આ મેચમાં ટોસ જીતીને RCB એ SRH ને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ. હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. બેંગલોરે આ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા હતા. આ મેચમાં હૈદરાબાદની રોમાંચક જીત થઇ હતી.

બેંગલોર તરફથી બેટીંગ કરતા દેવદત્ત પડિક્કલે 52 બોલમાં 41 રન તથા ગ્લેન મેક્સવેલે 25 બોલમાં 40 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સૌથી સફળ બેટ્સમેન જેસન રોય હતો, જેણે 44 રન બનાવ્યા હતા. તેણે વિલિયમસન સાથે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ કરી હતી. આરસીબી તરફથી હર્ષલ પટેલે 3 અને ક્રિશ્ચિયને 2 વિકેટ લીધી હતી.












Click it and Unblock the Notifications
