For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિષભ પંતે કર્યો ખુલાસો- વારંવાર ટીમમાં કેમ મળે છે મોકો, જુઓ Video

રિષભ પંતે કર્યો ખુલાસો- વારંવાર ટીમમાં કેમ મળે છે મોકો, જુઓ Video

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પ્રતિભાશાળી હોવા છતાં પંતનું ક્રિકેટ કરિયર હજુ સુધી સ્થિર નથી રહ્યું. તેઓ સતત એક જેવી બેટિંગ નથી કરી શકતા જેના કારણે તેમની ટિકા પણ ભારે થાય છે. કેરેબિયાઈ પ્રવાસ પર ટી20 સિરીઝની અંતિમ મેચમાં પંતે દમદાર 65 રનની ઈનિંગ રમી અને ભારતે આ મેચ 7 વિકેટથી જીતી હતી. અગાઉ 4 અને 0 રનની ઇનિંગ રમનાર પંતે ભારે આલોચનાનો સામનો પણ કરવો પડી રહ્યો હતો.

સતત એકજેવું પ્રદર્શન ન કરવાથી નિરાશ

સતત એકજેવું પ્રદર્શન ન કરવાથી નિરાશ

પોતાની ઇનિંગ વિશે વાત કરતા પંતે જણાવ્યું કે તે આને લઈ બહુ સારું મહેસૂસ કરી રહ્યા છે. તેમણે રોહિત શર્મા સાથે બીસીસીઆઈ ટીવી પર વાત કરતા કહ્યું કે, હું સ્કોર નહોતો બનાી શકતો જેને કારણે બહુ નિરાશ હતો. પરંતુ મેં મારી પ્રક્રિયા પર ધ્યાન આપ્યું અને મને પરિણામ મળ્યું. પંતે કોહલી સાથે પોતાની ભાગીદારી પર પણ ચર્ચા કરી. આ 106 રનનો ભાગીદારી હતી. પંતે કહ્યું કે- જ્યારે હું અને વિરાટ રમતા રહ્યા હતા ત્યારે અમે નક્કી કર્યું હતું કે અમારા ખેલને અંતિમ સુધી લઈ જઈશું અને અંતિમ 7-8 ઓવરમાં રનગતિ પર કામ કરશું.

કેટલીયવાર યોગ્ય કરવા પર પણ સફળતા ન મળી

પંત કેટલીય વાર સારું રમતા પોતાની વિકેટ ફેંકીને નિકળી જાય ચે. આના પર વાત કરતા તેમણે કહ્યું કે, એવા કેટલાય મોકા આવ્યા છે જ્યારે હું રન ન બનાવી શકવાના કારણે નિરાશ થયો છું. ત્યારે હું વિચારું છું કે શું કેટલાક લોકો અલગ કરી શકતા હતા. એવા પણ મોકા આવ્યા જ્યારે મેં યોગ્ય ફેસલા લીધા પરંતુ ત્યારે પણ બેટથી રન ન નિકળ્યા. ક્રિકેટમાં આવું થાય છે. આ રમતનો જ એક ભાગ છે.

વારંવાર ટીમમાં મોકો કેમ મળે છે

વારંવાર ટીમમાં મોકો કેમ મળે છે

પંતે જણાવ્યું કે આવા સમયે તેઓ પોતાના ખેલ પર ભરોસો રાખે છે. જ્યારે પંતને પૂછવામાં આવ્યું કે તમને ભારતના ભવિષ્યના વિકેટકીપર તરીકે જોવામાં આવી રહ્યા છે તો પંતે કહ્યું કે ક્યારેક ક્યારે આને લઈ દબાણ મહેસૂસ કરું છું અને ક્યારેક ક્યારેક આનો લુફ્ત ઉઠાવું છું. દિવસના અંતે મારા માટે ટીમ જ મહત્વ ધરાવે છે. ટીમના સીનિયર ખેલાડી મારા પર ભરોસો રાખે છે આ કારણે મને આત્મવિશ્વાસ મળે છે અને જો અમુક અવસર પર સફળ ન થઈ શક્યો તો પણ ટીમનો સપોર્ટ મારી સાથે છે. જે એક ખેલાડીમાં ઘણો આત્મવિશ્વાસ આપે છે.

સુષ્મા સ્વરાજના નિધન પર ભાવુક થયા વિરાટ કોહલી, દુખ જતાવતા કર્યું ટ્વીટસુષ્મા સ્વરાજના નિધન પર ભાવુક થયા વિરાટ કોહલી, દુખ જતાવતા કર્યું ટ્વીટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Rishabh Pant Explains - Why he get chances Often, Watch Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X