For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG: દુનિયાનો એકેય ખેલાડી નથી કરી શક્યો તેવું કારનામું રોહિતે કરી દેખાડ્યું

IND vs ENG: દુનિયાનો એકેય ખેલાડી નથી કરી શક્યો તેવું કારનામું રોહિતે કરી દેખાડ્યું

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાઈ રહી છે. ભારત તરફથી બીજી ઈનિંગમાં રોહિત શર્માએ અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરકીે આ વર્ષે 13મી વખત 65થી વધુ બોલનો સામનો કર્યો છે. આ વર્ષ તેમના ઉપરાંત દુનિયાના કોઈપણ બેટ્સમેન આવું કારનામું કરી ન શક્યો. ભારત તરફથી રોહિતે પહેલી ઈનિંગમાં 105 બોલનો સામનો કરતાં 19 રન બનાવ્યા હતા.

india vs england

રોહિત શર્મા 156 બોલમાં 59 રન બનાવી રોબિનસનના બોલ પર એલબીડબલ્યૂ આઉટ થઈ ગયા. અત્યાર સુધી રોહિત પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી ચૂક્યા છે. રોહિત શર્માએ આ ટેસ્ટ સીરિઝમાં ઘણી ધીરજ સાથે બેટિંગ કરી છે અને લાંબા સમય સુધી ક્રીજ પર ટકી રહેવાની કોશિશ કરી છે. રોહિતે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતના મહાન ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન કપિલ દેવનો પણ રેકોર્ડ તોડ્યો. તેમણે ઓલી રોબિન્સનના બોલ પર છગ્ગો ફટકારતાની સાથે જ કપિલ દેવને પાછળ છોડી દીધા. ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક છગ્ગા મારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં રોહિત ચોથા સ્થાન પર પહોંચી ગયા છે.

મેચની વાત કરીએ તો ભારતીય ટીમ 2 વિકેટના નુકસાન સાથે 147 રન બનાવી ચૂકી છે. ત્રીજા દિવસે ભારતીય ટીમ હજી 207 રનથી પાછળ છે. કેએલ રાહુલ બંને ઈનિંગમાં ફ્લોપ ગયા. રાહુલ પહેલી ઈનિંગમાં 0 અને બીજી ઈનિંગમાં 8 રન બનાવી આઉટ થઈ ગયા હતા. અત્યારે ચેતેશ્વર પુજારા (66) અને વિરાટ કોહલી (10) ક્રીજ પર રમી રહ્યા છે. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 78 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ ઈંગ્લેન્ડની ટીમે પહેલી ઈનિંગમાં 432 રન બનાવ્યા અને ભારતને બેકફૂટ પર ધકેલી દીધું. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે 121 રન બનાવ્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
rohit sharma became 1st player to face 65 balls in constant 13 matches
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X