For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તોફાની બેટ્સમેન રોહિત શર્માના જન્મદિન પર જાણો તેમના રેકોર્ડ

ક્રિકેટની દુનિયામાં રોજ નવા કીર્તિમાન સ્થાપિત થાય છે, આ રમત વિશે કહેવાય છે કે તે સંભાવનાઓની રમત છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટની દુનિયામાં રોજ નવા કીર્તિમાન સ્થાપિત થાય છે, આ રમત વિશે કહેવાય છે કે તે સંભાવનાઓની રમત છે. પહેલા બેટ્સમેનો માટે ઝડપી રન બનાવવા સરળ નહોતા પરંતુ વનડે ક્રિકેટે રમતગમત ક્ષેત્રે પોતાનું સ્થાન જમાવ્યા બાદ રન પણ ઝડપથી બનવા લાગ્યા. વનડેની જગ્યા હવે ધીમે ધીમે ટી-20 લઈ રહ્યું છે. આપણને હવે આ રમતમાં બધુ ફટાફટ થતુ નજરે પડે છે.

બેવડી સદી ત્રણ વાર ફટકારી

બેવડી સદી ત્રણ વાર ફટકારી

જ્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચીન તેંડુલકરે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ત્યારે ઘણા વિશષજ્ઞોને લાગતુ હતુ કે આ એક એવો રેકોર્ડ છે કે જે એટલી સરળતાથી તૂટવાનો નથી પરંતુ ત્યારબાદ ઘણી વાર બેવડી સદી ફટકારવામાં આવી. જો રોહિત શર્માની જ વાત કરીએ તો તેણે એકલા જ માત્ર આ બેવડી સદી ત્રણ વાર ફટકારી છે. દુનિયામાં હિટમેન શર્મા એકલો એવો બેટ્સમેન છે જેણે ત્રણ વાર વનડેમાં બેવડી સદી ફટકારી છે. શ્રીલંકામાં જ્યારે તેણે 265 રન બનાવ્યા ત્યારે લોકોને લાગવા માંડ્યુ હતુ કે હવે એ દિવસો દૂર નથી જ્યારે વનડેમાં ત્રેવડી સદી પણ ફટકારવામાં આવશે.

બાળપણથી જ હતો ક્રિકેટનો શોખ

બાળપણથી જ હતો ક્રિકેટનો શોખ

મહારાષ્ટ્રના નાગપુરમાં 30 એપ્રિલ, 1987 માં રોહિત શર્માનો જન્મ થયો હતો. રોહિતને જ નહિ તેના આખા પરિવારને ક્રિકેટ જોવાનું બહુ ગમતુ હતુ. રોહિત જણાવે છે તેનો આખો પરિવાર ક્રિકેટ રમતો હતો. તેણે ક્રિકેટ રમતા રમતા ઘણીવાર ઘરોના કાચ તોડ્યા છે. તેની આ હરકતોથી પડોશીઓ એટલા હેરાન હતા કે તેમણે તેની ફરિયાદ પોલીસમાં પણ કરી દીધી હતી પરંતુ રોહિતનું ક્રિકેટ તો ચાલુ જ રહ્યું. હિટમેન શર્માએ અત્યાર સુધીમાં 180 વનડે મેચ રમી છે અને 6594 રન બનાવી ચૂક્યા છે જેમાં 17 સદી અને 34 અર્ધ સદી શામેલ છે. વળી, જો ટેસ્ટની વાત કરીએ તો રોહિતે માત્ર 25 ટેસ્ટ મેચ રમી છે અને 1479 રન બનાવ્યા છે જેમાં 3 સદી અને 9 અર્ધ સદી શામેલ છે.

આઈપીએલમાં પણ છે ખાસ રેકોર્ડ

આઈપીએલમાં પણ છે ખાસ રેકોર્ડ

આજકાલ ચારેતરફ આઈપીએલ 11 ની ધૂમ મચી છે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ રોહિત શર્માના શીરે છે. રોહિત શર્મા એવો એકમાત્ર ખેલાડી છે જે ચાર વખત આઈપીએલમાં વિજેતા ટીમનો હિસ્સો રહ્યો છે જેમાં તેણે ત્રણ વાર કેપ્ટન તરીકે મેચ રમી છે. જ્યારે ડેક્કન ચાર્જર્સમાંથી રમતી વખતે એક ખેલાડી તરીકે રમ્યા હતા. રોહિત પોતાની કેપ્ટનશીપમાં મુંબઈને ત્રણ વાર આઈપીએલ ચેમ્પિયન બનાવી ચૂક્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
rohit sharma biography life history unknown facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X