દાઉદની ભવિષ્યવાણી, જીતશે ભારત, 4000 કરોડનો લગાવ્યો સટ્ટો

ભારત અને ન્યુઝીલેન્ડની ટી20 વર્લ્ડકપની પહેલી મેચમાં ભારે નુકસાન વેઠ્યા બાદ દાઉદ અને તેની ટીમે છેલ્લી 3 મેચોમાં પોતાની તિજોરીઓ ભરવામાં સફળ થયા છે. જાણકારી મુજબ દાઉદ આ ટી20 વર્લ્ડકપની છેલ્લી મેચમાં 3200 કરોડ જેટલા રૂપિયા કમાવવામાં સફળ થયો છે. દાઉદ ઈબ્રાહિમે ભારત અને વેસ્ટઇન્ડીઝની સેમીફાઈનલ માં ભારતની જીત પર દાવ લગાવ્યો છે.

ડોન દાઉદ ઈબ્રાહીમની ભવિષ્યવાણી છે કે ભારત સેમીફાઈનલમાં વેસ્ટઇન્ડીઝને હરાવી દેશે. ડોનની આ ભવિષ્યવાણીથી સટ્ટા બજાર ગરમ થઇ ગયું છે. જ્યાં ભારત અને પાકિસ્તાનની મેચ પર 2500 કરોડનો સટ્ટો લાગ્યો હતો, ત્યાં ભારત અને વેસ્ટઇન્ડીઝની સેમીફાઈનલ માં 4000 કરોડનો સટ્ટો લાગવાનો અંદાજો છે.

dawood ibrahim

દાઉદ ઈબ્રાહિમે સટ્ટામાં વેસ્ટઇન્ડીઝનો ભાવ ભારતથી ડબલ રાખ્યો છે. દાઉદ ઈબ્રાહિમે ટીમ ઇન્ડિયાની જીત પર 1 રૂપિયા અને 40 પૈસાનો ભાવ રાખ્યો છે. ત્યાં વેસ્ટઇન્ડીઝનો ભાવ 2 રૂપિયા 80 પૈસા રાખ્યો છે. તમારી જાણકારી મુજબ જણાવી દઈએ કે સટ્ટા બજારમાં તે ટીમનો ભાવ વધારે તેની જીતવાની આશા ઓછી હોઈ છે.

દાઉદ ઈબ્રાહીમને ભારત તરફથી સૌથી વધારે રન બનાવવાની આશા વિરાટ કોહલી થી નહી પરંતુ રોહિત શર્મા થી છે. આમ જોવા જઈએ તો રોહિત શર્મા થી સટ્ટાબાજો ને હજુ સુધી નુકસાન જ થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X