સચિન તેંડુલકરે દેશના જવાનો માટે કર્યું આ ખાસ કામ

Written By:
Subscribe to Oneindia News

સચિન તેંડુલકરની ફિલ્મ 'સચિન અ બિલિયન ડ્રીમ્સ' આ અઠવાડિયે રિલીઝ થનાર છે. ક્રિકેટ ઉપરાંત બોલિવૂડ રસિયાઓ પણ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે. આટલા વર્ષો સુધી સચિન દેશના ખરા સુપરસ્ટાર બનીને રહ્યાં છે, હવે જ્યારે ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે ત્યારે સચિને આપણા દેશના હીરો માટે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખ્યું હતું.

sachin tendulkar

મોટેભાગે ફિલ્મના સ્ક્રિનિંગમાં સુપરસ્ટાર્સને આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ સચિને બોલિવૂડ સિતારાઓ પહેલાં દેશના સાચા હીરોઝ એટલે કે સેનાના જવાનોને આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકર પોતે પણ નેવી ઓફિસર છે અને તેઓ પણ અહીં યુનિફોર્મમાં જોવા મળ્યા હતા.

આ કાર્યક્રમમાં સચિનના પત્ની અંજલિ તેંડુલકર પણ તેમની સાથે જોવા મળ્યા હતા. આ સ્ક્રિનિંગ દરમિયાન સચિન ખૂબ ઉત્સાહિત હતા તથા આર્મી ઓફિસર્સ પણ ખૂબ ખુશ દેખાઇ રહ્યાં હતા. સચિન તેંડુલકરની ફિલ્મ 'સચિન-અ બિલિયન ડ્રીમ્સ' 26 મેના રોજ થિયેટરમાં જોવા મળશે.

English summary
Sachin Tendulkar holds a special screening of the film 'Sachin A Billion Dreams' for armed forces.
Please Wait while comments are loading...