શાહિદ આફ્રિદીએ લીધો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ

Written By:
Subscribe to Oneindia News

પોતાના જોરદાર છગ્ગા માટે આખી દુનિયામાં બૂમ-બૂમના નામથી જાણીતા લોકપ્રિય પાકિસ્તાની ક્રિકેટર અને ભૂતપૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદી એ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એએફપીના અહેવાલો અનુસાર પાકિસ્તાની ઓલરાઉન્ડરે રવિવારે સંન્યાસની ઘોષણા કરી છે. આ સાથે જ શાહિદ આફ્રિદીના 21 વર્ષ લાંબા ઇન્ટરનેશનલ ક્રિકેટના સફરનામા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. અત્યારના દિવસોમાં અફરીદી માત્ર ટી-20 જ રમી રહ્યાં હતા, ટેસ્ટ અને વન ડે ક્રિકેટ તેઓ પહેલા જ છોડી ચૂક્યા છે.

shahid afridi

અહીં વાંચો - IPL 2017: પૂને સુપરજાઇન્ટના કપ્તાન પદેથી પણ ધોની આઉટ

અનેક રેકોર્ડ્સ

શાહિદ આફ્રિદીએ વર્ષ 1996માં પોતાની બીજી જ મેચમાં 37 બોલ પર સદી ફટકારીને લોકોનું મન જીતી લીધું હતું. વન ડે મેચમાં આ એક એવો રેકોર્ડ હતો, જે 17 વર્ષ બાદ તૂટ્યો. શાહિદે 27 ટેસ્ટ મેચમાં 1176 રન બનાવ્યા અને 48 વિકેટ લીધી. 398 વન ડે મેચમાં 8064 રન બનાવ્યા અને 395 વિકેટ લીધી. ટી-20માં તેઓ 98 મેચ રમ્યા છે, જે દરમિયાન તેમણે 1405 રન બનાવ્યા અને 97 વિકેટ લીધી. અફરીદીએ વર્ષ 2010માં ટેસ્ટ ક્રિકેટ અને વર્ષ 2015માં વન ડેમાંથી સંન્યાસ લઇ લીધો હતો. શાહિદ આફ્રિદીના નામે ક્રિકેટના ઘણા રેકોર્ડ નોંધાયા છે.

shahid afridi
English summary
Pakistan cricketer Shahid Afridi announces retirement from international cricket.
Please Wait while comments are loading...