
વર્લ્ડ કપઃ શાકિબે ટીમ ઈન્ડિયાને 2 જુલાઈ માટે આપી દીધી ચેતવણી
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ કપમાં હજુ સુધી સૌને ચોંકાવતી જોવા મળી રહી છે. બાંગ્લાદેશ 7 મેચમાં 7 અંકો સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે. સેમીફાઈનલની દોડમાં આ ટીમની ઉમ્મીદ હજુ જીવતી છે, જેને જીવંત રાખવા માટે શાકિબ અલ હાસન કોઈ કસર છોડવા નથી માંગતા. શાકિબે સોમવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ 51 રનની ઈનિંગ અને 5 વિકેટ ખેરવીને ટીમને જીત અપાવી. હવે 2 જૂનના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો રમાનાર છે જેના માટે શકિબ આલ હસને વિરાટ સેનાને ચેતાવણી આપી દીધી છે.

માત આપી શકે
શાકિબે કહ્યું કે ભારત મજબૂત ટીમમાંની એક છે. તેમને હરાવવા આસાન નહિ હોય. પરંતુ અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અનુભવથી મદદ મળશે, પરંત અનુભવ દુનિયાનો અંત નથી. ભારતને માત આપવા માટે અમારે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહેશે. ભારત પાસે વિશ્વ સ્તરીય ખેલાડીઓ છે, જે પોતાના દમ પર મેચ જીતાડવાનો દમ રાખે છે. જેમ કે મેં કહ્યું, અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું અને મને વિશ્વાસ છે કે અમે તેમને માત આપવામાં સફળ થઈ શકીએ છીએ.

ખાસ ઉપલબ્ધી હાંસલ કરી
શાકિબે પહેલા બેટિંગ કરતા શાનદાર ફિફ્ટી ફટકારી અને બાદમાં 5 વિકેટ ખેરવી બોલથી પણ જબરદસ્ત પ્રદર્શન કરી પોતાના નામને એલિટ લિસ્ટ સામેલ કરી દીધું. તે કોઈપણ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ તરફથી આ ઉપલબ્ધિ હાંસલ કરનાર પહેલો ખેલાડી બની ગોય છે જ્યારે યુવરાજ સિંહે પણ કંઈક આવો જ કમાલ વર્લ્ડ કપ 2011માં કર્યો હતો. યુવરાજે આયરલેન્ડ વિરુદ્ધ મેચ રમતી વખતે આ ઉપલબ્ધી મેળવી હતી.

2007માં ભારતને માત આપી હતી
સમયે સમયે પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવતી બાંગ્લાદેશી ટીમે 2007ના વર્લ્ડ કપમાં પણ ક્રિકેટ ઈતિહાસને ઉલટફેર કરી દેખાડ્યો હતો. જણાવી દઈએ કે સુપ 8 સ્ટેજમાં બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને હરાવી વર્લ્ડ કપથી બહાર કરી દીધું હતું. બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાએ 191 રનનો સ્કોર ખડક્યો હતો. બાંગ્લાદેશ ટીમે આ ટાર્ગેટને 5 વિકેટના નુકસાન પર 48.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
વર્લ્ડ કપ 2019: 8 ટીમો, 4 જગ્યા, શું છે સેમીફાઈનલમાં પહોંચવાનું ગણિત
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો