For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની હાર પર હુમા કુરૈશીએ કર્યું કંઈક એવું ટ્વીટ કે યૂઝર્સે ઘેરી

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની હાર પર હુમા કુરૈશીએ કર્યું કંઈક એવું ટ્વીટ કે યૂઝર્સે ઘેરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમની વર્લ્ડ કપમાં આ પહેલી હાર છે. ટીમ ઈન્ડિયાની હારને લઈ સોશિયલ મીડિયા પર યૂઝર્સ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે, જેમાં બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીએ પણ જબરદસ્ત ટિપ્પણી કરી. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમની ઈન્ડિયાની ઓરેન્જ જર્સીને લઈ એક ટ્વિટ કર્યું. જો કે તેમના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા પર યૂઝર્સે તેને ઘેરી લીધી છે.

ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી પર હુમા કુરૈશીનું ટ્વીટ

ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી પર હુમા કુરૈશીનું ટ્વીટ

બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી હંમેશા વિવિધ મુદ્દા પર ખુલીને પોતાની વાત રાખે છે. આ વખતે તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની હારને લઈ એક ટ્વીટ કર્યું જેને લઈ તે ટ્રોલ થઈ છે. જણાવી દઈએ કે રવિવારે ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલ મુકાબલામાં 31 રને હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓરેન્જ જર્સી પહેરી હતી, આ જર્સીને લઈ હુમા કુરૈશીએ ટ્વીટ કર્યું હતું.

હું અંધવિશ્વાસુ બિલકુલ નથી પરંતુ..

હું અંધવિશ્વાસુ બિલકુલ નથી પરંતુ..

હુમા કુરૈશીએ ટીમ ઈન્ડિયાને જર્સીને લઈ ટ્વીટમાં લખ્યું, 'હું અંધવિશ્વાસી બિલકુલ નથી, પરંતુ શું આપણે બ્લૂ જર્સીને પરત લાવી શકીએ.. કહેવું કાફી છે.' તેમના આ ટ્વીટ પર યૂઝર્સે પલટવાર કરતા તેમને અંધવિશ્વાસી ગણાવી ટ્રોલ કરવી શરૂ કરી દીધી હતી. એક યૂઝરે લખ્યું કે, મેડમ જર્સી નહિ નજર બદલો. આ 1990નું નહિ 2019નું ભારત છે, સમજ્યાં. એક યૂઝરે લખ્યું કે, આ ટિપ્પણીની આવશ્યકતા નહોતી.. આમાં જર્સીનો રંગ ક્યાંથી આવી ગયો.

મહેબૂબા મુફ્તીએ પણ ઓરેન્જ જર્સી પર સવાલ ઉઠાવ્યા હતા

મહેબૂબા મુફ્તીએ પણ ઓરેન્જ જર્સી પર સવાલ ઉઠાવ્યા હતા

હુમા કુરૈશી જ નહિ બલકે ઓરેન્જ જર્સીને લઈ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે ટીમ ઈનડિયાની હાર માટે નવી જર્સીને જવાબદાર ઠેરવ્યા. મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરી કહ્યું, 'તમે ઈચ્છો ભલે મને અંધવિશ્વાસુ કહો, પરંતુ હું કહીશ કે નવી જર્સીએ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના વિજય અભિયાનને રોકી દીધું.' તેમના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા પર યૂઝર્સે મહેબૂબા મુફ્તીને ભારે ટાર્ગેટ કરી હતી.

વર્લ્ડ કપથી બહાર થયો વિજય શંકર, હવે આ ખેલાડીને જગ્યા મળી વર્લ્ડ કપથી બહાર થયો વિજય શંકર, હવે આ ખેલાડીને જગ્યા મળી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
social media users trolled huma qureshi after she twitted on new jersey of indian team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X