ક્યારેક ખુલ્લેઆમ ફ્લાઈંગ કિસ તો ક્યારેક પ્રપોઝ, જાણો કોણ છે શુભમન ગીલની દિવાની વાયરલ મિસ્ટ્રી ગર્લ?

આઈપીએલમાં છક્કા ચોક્કાના વરસાદ સાથે મિસ્ટ્રી ગર્લની ખુબ બોલબાલા રહી છે. હવે આવી જ એક મિસ્ટ્રી ગર્લ શુભમન ગીલ પાછળ દિવાની થઇ છે.

હાલ સોશિયલ મીડિયામાં એક મિસ્ટ્રી ગર્લ વિશે ઘણી ચર્ચા છે. આ હસીના ગુજરાત ટાઇટન્સના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલના પ્રેમમાં પાગલ છે.

Shini Jetani

આ ખૂબ જ સુંદર છોકરી ગીલની મોટી ફેન છે અને ગુજરાતની ટીમની કોઈ મેચ ચૂકતી નથી. તેના ઘણા વીડિયો અને તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ક્યારેક ગીલને ફ્લાઈંગ કિસ આપે છે તો ક્યારેક તેને જોઈને પ્રણામ કરે છે.

લોકોએ શુભમન ગિલની દિવાની આ મિસ્ટ્રી ગર્લની સરખામણી હોલિવૂડ સેન્સેશન એના દે આર્માસ સાથે કરી છે. લોકો તેની સ્પષ્ટવક્તા શૈલી અને સુંદરતાના પ્રશંસક બની ગયા છે અને સોશિયલ મીડિયા પર તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેણીના વીડિયો અને તસવીરો જોઈને કેટલાક લોકોએ તેને ગીલ વાળી ભાભીજી કહેવાનું શરૂ કર્યું છે. માહિતી મુજબ આ યુવતીનું નામ શૈની જેતાણી છે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @shainijetani.9 અનુસાર, આ છોકરી વ્યવસાયે પાઈલટ છે. સાથે સાથે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે અને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બે લાખથી વધુ ફોલોઅર્સ છે.

ગીલ તેના વિશે જાણે છે કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ આ છોકરીએ ચોક્કસપણે પોતાને ગિલની ગર્લફ્રેન્ડ તરીકે સ્થાપિત કરી રહી છે. જણાવી દઈએ કે શુભમન ગીલનું નામ હજુ પણ સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે જોડાયેલું છે, જો કે તેમના સંબંધોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X