ભાજપમાં શામેલ થવાની અટકળોને સૌરવ ગાંગુલીએ ફગાવી, ‘રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો નથી'

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મંગળવારે એ અટકળોને ફગાવી દીધી જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે તે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ શકે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ રૂપે કાર્યભાર સંભાળવા જઈ રહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મંગળવારે એ અટકળોને ફગાવી દીધી જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે તે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઈ શકે છે. સૌરવ ગાંગુલીએ કહ્યુ કે હું પહેલી વાર અમિત શાહને મળ્યો છુ. મારો રાજકારણમાં જવાનો કોઈ ઈરાદો નથી. વાસ્તવમાં શનિવારે અમિત શાહે સૌરભ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી જે બાદ આ અટકળો શરૂ થઈ ગઈ હતી.

Sourav Ganguly

સૌરવ ગાંગુલીએ કહ્યુ કે જ્યારે હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા દીદીને મળ્યો હતો ત્યારે પણ મે આવા જ રાજકીય સવાલો સાંભળ્યા હતા. તેમણે કહ્યુ, હું પહેલી વાર અમિત શાહને મળ્યો હતો. ના તો મે એ વિશે સવાલ પૂછ્યો કે બીસીસીઆઈમાં શું થવા જઈ રહ્યુ છે અને મને પદ મળી રહ્યુ છે કે નહિ અને ના ત્યાં એવી કોઈ ચર્ચા થઈ કે તમને આ પદ (બીસીસીઆઈ અધ્યક્ષ પદ) ત્યારે જ મળશે જ્યારે તમે એ કરવા પર રાજી થશો. એટલા માટે અત્યારે કોઈ રાજકીય ગતિવિધિ નહિ.

ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ અધ્યક્ષ પદ માટે ગાંગુલી એકલા ઉમેદવાર છે એટલા માટે તેમની પસંદગી નક્કી છે. શાહે શનિવારે ગાંગુલી સાથે મુલાકાત કરી હતી જેનાથી એ અટકળો લાગવા લાગી કે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટનને બીસીસીઆઈ અધ્યક્ષ પદની રજૂઆત આ બદલામાં કરવામાં આવી હોય કે તે 2012માં મહત્વપૂર્ણ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના નવા સચિવ રહશે અને અરુણ ધૂમલ નવા ખજાનચી હશે. ધૂમલ નાણા રાજ્યમંત્રી અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના નાના ભાઈ છે. પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે સોમવારે કહ્યુ હતુ કે જો ગાંગુલી રાજકારણમાં આવી જાય તો આનાથી રાજનીતિ સમૃદ્ધ થશે. તેમણે કહ્યુ હતુ, ગૌતમ ગંભીર ભાજપમાં શામેલ થયા. ભાજપના દરવાજા દરેકના માટે ખુલ્લા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X