For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ.આફ્રિકાને ધૂળ ચટાડી ન્યૂઝીલેન્ડ પહેલીવાર પહોંચ્યું ફાઇનલમાં

|
Google Oneindia Gujarati News

ઓકલેન્ડ, 24 માર્ચ: વિશ્વકપના પહેલા સેમીફાઇનલ મુકાબલાનું પરિણામ આવી ગયું છે, જેમાં દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે ધૂળ ચટાડી ન્યૂઝીલેન્ડ પહેલીવાર વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેચની છેલ્લી ઓવરમાં છગ્ગો લગાવીને ન્યૂઝીલેન્ડના ગ્રેટ ઇલિયટે વિશ્વકપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ધમાકેદાર એન્ટ્રી કરાવી. આની સાથે જ વિશ્વકપના ફાઇનલમાં પહેલીવાર પોતાનું સ્થાન બનાવવામાં ન્યૂઝીલેન્ડ સફળ રહ્યું છે. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અથવા તો ભારત સાથે થશે.

આ પહેલા વિશ્વકપના પહેલા સેમીફાઇનલ મુકાબલામાં વરસાદની ખલેલના કારણે મેચને 43 ઓવરની કરી દેવામાં આવી હતી, જ્યારે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રીકાએ ન્યૂઝીલેન્ડની સામે પહાડ જેવો સ્કોર રાખ્યો હતો. જેને ન્યૂઝીલેન્ડની ટીમે ચેજ કરી લીધો છે.

south africa
મેચના મુખ્ય અંશો પર એક નજર..

દક્ષિણ આફ્રીકાની પારી

  • ન્યૂઝીલેન્ડને જીત માટે 43 ઓવરમાં 298 રનોનું લક્ષ્ય મળ્યું છે
  • દક્ષિણ આફ્રિકાએ 43 ઓવરમાં બનાવ્યા 281 રન
  • વરસાદના પગલે મેચને 43 ઓવરની કરી દેવામાં આવી, ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ન્યૂઝીલેન્ડને 298 રનોનું લક્ષ્ય મળ્યું છે.
  • અંતિમ પાંચ ઓવરમાં 65 રન બન્યા જ્યારે 2 વિકેટ લેવાઇ.
  • ડૂ પ્લેસિસે 82 રન બનાવ્યા જ્યારે એબી ડિવિલિયર્સે 65 રનનું યોગદાન આપ્યું.
  • મિલરે 18 બોલમાં 49 રનોની તાબડતોબ પારી ખેલી.
  • ન્યૂઝીલેન્ડના એંડરસને 3 વિકેટ ઝડપી.

newzealand
ન્યૂઝીલેન્ડની પારી

  • ન્યૂઝીલેન્ડે આ 298 રનનું લક્ષ્ય 4 વિકેટના નુકસાન પર 42.5 ઓવરમાં પુરુ કરી લીધું.
  • ન્યૂઝીલેન્ડ તરફથી એલિએટે સૌથી વધારે 84 રન બનાવ્યા જેના માટે તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા.
  • સીજે એંડર્સને પણ શાનદાર 58 રનોની પારી રમી.
  • જ્યારે દક્ષિણ આફ્રીકા તરફથી એલ્બી મૉર્કલે સૌથી વધારે 3 વિકેટ લીધી.
  • વરસાદના કારણે આ મેચને 43 ઓવર સુધી સિમિત કરી દેવાઇ હતી.
  • 29 માર્ચના રોજ ન્યૂઝીલેન્ડ ફાઇનલ મુકાબલામાં ભારત અથવા ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે.

ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે ઇડન પાર્ક મેદાનમાં રમાઇ રહેલ આઇસીસી વિશ્વકપ 2015ની પહેલી સેમીફાઇનલ મેચને 43 ઓવરની કરી દેવામાં આવી હતી. દક્ષિણ આફ્રીકાની 38મી ઓવરમાં આવેલા વરસાદે ઘણો સમય બરબાદ કર્યો અને તેની ભરપાઇ માટે આ મેચ 43 ઓવર સુધી સીમિત કરી દેવાઇ હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
South Africa gives target of 298 to New zealand in world cup semifinal,match has been reduced to 43 overs due to rain obstruction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X