મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો સ્પિનર અમિત મિશ્રા પર

Posted By:
Subscribe to Oneindia News

ટીમ ઇન્ડિયાના લોકપ્રિય સ્પિનર અમિત મિશ્રા સામે મહિલા સાથે મારપીટ કરવાનો મામલો પોલિસ ચોપડે નોંધાયો છે. અને આ અંગે એફઆઇઆર બેંગલુરુ પોલિસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

જાણો કેટલું ભણેલા છે, તમારા ફેવરીટ ક્રિકેટર્સ

તમને જણાવી દઇએ કે કર્ણાટકની રાજધાની બેંગલુરુની એક હોટલમાં ગત મહિને એક મહિલાની સાથે મારપીટ કરવાનો આરોપ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર બોલર અમિત મિશ્રા પર લગાવામાં આવ્યો છે અને તેની FIR પર નોંધવામાં આવી છે.

amit mishra

ઇન્ડિયા ટીવીની ખબર મુજબ વંદના નામની એક મહિલાએ 27 સપ્ટેમ્બરના રોજ અનોક નગર પોલિસ સ્ટેશનમાં અમિત મિશ્રાની વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે મિશ્રાએ 25 સપ્ટેમ્બરના રોજ રેજિડેન્સી રોડ સ્થિત સ્ટાર હોટલમાં તેની સાથે મારપીટ કરી હતી. નોંધનીય છે કે આ ધટના ભારત-સાઉથ આફ્રિકા સીરીઝના શરૂ થયા પહેલાની છે.

મહેન્દ્ર સિંહ ધોનીના 10 નિવેદન જે તેને બનાવે છે કેપ્ટન કૂલ

પોલિસ ઉપાયુક્ત (મધ્ય) સંદીપ પાટીલ જણાવ્યું છે કે અમે નોટિસ મોકલી ભારતીય ક્રિકેટર અમિત મિશ્રાને આ મામલાની જાણકારી આપી છે. મહિલાની ફરિયાદ બાદ મિશ્રા પર આઇપીસીની ધારા 354 અને 328 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

English summary
Indian leg-spinner Amit Mishra has landed himself into trouble after he was booked for allegedly assaulting a woman during the national team's preparatory camp last month in Bengaluru.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.