ધોની જો સન્યાસ લેત તો ગાવસ્કર ઘરની બહાર ધરણા કરતા

Subscribe to Oneindia News

ટીમ ઇંડિયાના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટી-20 અને એક દિવસીય મેચોની કેપ્ટનશીપ છોડી દીધી છે. કેપ્ટન કૂલના આ અચાનક લીધેલા નિર્ણયથી તેમના ફેંસ હેરાન છે અને આ સમાચાર પર હજુ વિશ્વાસ નથી કરી શકતા. જો કે તેમને રાહત માત્ર એ વાતની છે કે ધોનીએ ક્રિકેટમાંથી સન્યાસ નથી લીધો. આ દરમિયાન લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ગાવસ્કરને ખુશી છે કે ધોનીએ માત્ર કેપ્ટનશીપ છોડી છે સન્યાસ નથી લીધો. સુનીલ ગાવસ્કરનું માનવુ છે કે ધોની હજુ પણ ટીમ ઇંડિયામાં ઘણુ યોગદાન આપી શકે છે.

dhoni gavaskar

એનડીટીવી સાથે વાતચીતમાં ગાવસ્કરે કહ્યુ કે જો તેમણે એક ખેલાડી તરીકે સન્યાસ લીધો હોત તો તેમને પાછા બોલાવવા માટે તેમના ઘર આગળ ધરણા પર બેસનાર હું પહેલો વ્યક્તિ હોત. એક ખેલાડી તરીકે તે હજુ પણ વિસ્ફોટક છે. ગાવસ્કરે કહ્યુ કે ધોની એક ઓવરમાં મેચની દિશા બદલી શકે છે. ભારતને એક ખેલાડી તરીકે ધોનીની ખાસ જરુર છે. મને ઘણી ખુશી છે કે ધોનીએ એક ખેલાડી તરીકે રહેવાનો નિર્ણય કર્યો. ગાવસ્કરે કહ્યુ કે ધોનીએ કેપ્ટન ના રહેવાથી તેમની બેટિંગ અને વિકેટ કીપિંગમાં મદદ મળશે.

ગાવસ્કરે કહ્યુ કે ધોની મહાન ફિનિશર છે પરંતુ તે નંબર 4 કે 5 પર આવીને મોટો દાવ રમી શકે છે. ગાવસ્કરે કહ્યુ કે ધોની માટે વિકેટ કિપીંગ હવે વધુ સરળ બની જશે કારણકે હવે તેમને બોલિંગમાં બદલાવ અને ક્ષેત્રરક્ષણ વિશે વિચારવાનું રહેશે નહિ. આનાથી ઘણી વાર પોતાનું ધ્યાનભંગ થાય છે. ગાવસ્કરના જણાવ્યા મુજબ ધોની અને કોહલી મેદાનમાં એકબીજાના પૂરક બની શકે છે અને આનાથી નિશ્ચિત રીતે ભારતને મદદ મળશે કારણકે ધોની શાંત ચિત્ત હોવાને કારણે વિરાટને પણ મદદ મળશે.

English summary
Sunil Gavaskar is glad that Mahendra Singh Dhoni has only quit limited overs captaincy and not retired
Please Wait while comments are loading...