સુપ્રિમ કોર્ટે અનુરાગ ઠાકુરને બીસીસીઆઇના પ્રમુખ પદેથી હટાવ્યા

Subscribe to Oneindia News

સુપ્રિમ કોર્ટે સોમવારે એક મોટો ચૂકાદો આપતા અનુરાગ ઠાકુરને બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી અને અજય શિર્કેને સચિવ પદેથી હટાવી દીધા છે. લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલી સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટે આ મહત્વનો ચૂકાદો આપ્યો હતો. અનુરાગ ઠાકુર પર આરોપ હતો કે તે લોઢા સમિતિના પ્રસ્તાવો લાગૂ કરવામાં અડચણો ઉભી કરી રહ્યા હતા માટે તેમના પર કાર્યવાહી કરવામાં આવી. આ મામલે આગામી સુનાવણી 19 જાન્યુઆરી યોજાશે. આ ચૂકાદા પર પ્રતિક્રિયા આપતા પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીએ કહ્યુ કે રમતગમત અને ક્રિકેટના ફાયદા માટે આ એક મહત્વનો ચૂકાદો છે.

anurag

આ મામલે જસ્ટીસ લોઢાએ કહ્યુ કે આ થવાનું જ હતુ અને થયુ. અમે સુપ્રિમ કોર્ટમાં આ પહેલા 3 રિપોર્ટ જમા ક્રાવ્યા હતા પરંતુ હજુ સુધી તેનું પાલન થયુ નહિ. સુપ્રિમ કોર્ટે તેમના ચૂકાદામાં જણાવ્યુ કે બીસીસીઆઇ અને રાજ્યોના બોર્ડના અધિકારી તેમના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યુ કે જ્યારે સુપ્રિમ કોર્ટે 18 જુલાઇએ પોતાના આદેશમાં સમિતિની ભલામણોનો સ્વીકાર કરી લીધો તો બીસીસીઆઇએ પણ આ ભલામણોને લાગૂ કરવી જોઇતી હતી. જસ્ટીસ લોઢાએ કહ્યુ કે દરેક જણાએ એ સારી રીતે સમજી લેવુ જોઇએ કે એકવાર સુપ્રિમ કોર્ટે આદેશ આપી દીધો તો બધાએ તે આદેશનું પાલન કરવુ જોઇએ.

ચૂકાદો ક્રિકેટની રમતની જીત છે: જસ્ટીસ લોઢા

જસ્ટીસ લોઢાએ કહ્યુ કે કાયદાએ પોતાનું કામ કર્યુ છે. આ ચૂકાદો ક્રિકેટની રમતની જીત છે. તેમણે કહ્યુ કે સુપ્રિમ કોર્ટના આ આદેશને બીજા રમતગમત સંગઠનોએ કે દ્રષ્ટાંત રુપે લેવો જોઇએ. આ પહેલા સુપ્રિમ કોર્ટે કેસની સુનાવણી દરમિયાન એમિક્સ ક્યૂરીને સવાલ કર્યો હતો કે શું બીસીસીઆઇ પ્રમુખે લોઢા સમિતિની ભલામણોને લાગૂ કરવા અંગે જૂઠ બોલ્યુ છે? આનો જવાબ અનુરાગ ઠાકુરની વિરુદ્ધમાં છે. એમિક્સ ક્યૂરીએ કહ્યુ હતુ કે અનુરાગ ઠાકુરે આ મામલે જૂઠ બોલ્યુ છે. બીસીસીઆઇ પ્રમુખ અનુરાગ ઠાકુરે સુપ્રિમ કોર્ટમાં કહ્યુ હતુ કે તેમણે શશાંક મનોહર પાસે બીસીસીઆઇ ચેરમેન તરીકે સલાહ માંગી હતી. જ્યારે એમિક્સ ક્યૂરીએ પોતાન જવાબમાં કહ્યુ કે શશાંક મનોહર આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી ચૂક્યા છે.

English summary
Supreme Court removes Anurag Thakur from the post of BCCI President.
Please Wait while comments are loading...