For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્યકુમાર યાદવની ધમાકેદાર બેટિંગ, આકાશ ચોપરાએ કહ્યો 'મિસ્ટર 360 ડિગ્રી'

ભારતે ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ધમાકેદાર જીત મેળવી છે. જોકે, રવિવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતનો 17 રને પરાજય થયો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર તોફાની ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે માત્ર એક રનથી મોટો રેકોર્

|
Google Oneindia Gujarati News

ભારતે ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ધમાકેદાર જીત મેળવી છે. જોકે, રવિવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતનો 17 રને પરાજય થયો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર તોફાની ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે માત્ર એક રનથી મોટો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગયો હતો. જો તેણે મેચમાં વધુ એક રન બનાવ્યો હોત તો ભારતીય કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડી શક્યો હોત.

સૂર્યકુમાર કયો રેકોર્ડ ચૂકી ગયો?

સૂર્યકુમાર કયો રેકોર્ડ ચૂકી ગયો?

સૂર્યકુમાર યાદવે મુશ્કેલ સમયમાં ઈંગ્લેન્ડની ટીમ પર વળતો હુમલો કર્યો અને ત્રીજી T20 મેચમાં 55 બોલમાં 117 રનની શાનદાર સદી ફટકારી. જેમાં તેણે 14 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેની ઈનિંગ્સ જોઈને એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ પોતાના નામે કરી શકે છે. ભારત તરફથી T20 ક્રિકેટમાં આ રેકોર્ડ રોહિત શમાના નામે છે. તેણે શ્રીલંકા સામે 43 બોલમાં 118 રન બનાવ્યા હતા.

ભારતનો દાવ સંભાળ્યો

ભારતનો દાવ સંભાળ્યો

ત્રીજી T20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતના ટોપ-3 બેટ્સમેનો ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સૂર્યકુમાર યાદવે રન બનાવવાની જવાબદારી પોતાના ખભા પર લીધી અને મેદાનમાં ઊભો રહ્યો. તેની ગઈકાલની બેટિંગ જોઈને ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ એપ પર વખાણ કર્યા છે. આકાશ ચોપરા લખે છે કે ગઈકાલે જે રીતે સૂર્ય કુમાર યાદવની ઈનિંગે ધક્કો માર્યો, તેનાથી લાગે છે કે સૂર્યને રમતની ઘણી સમજ હતી અને તે જાણતો હતો કે બૉલર તેના પર કેવી રીતે અટેક કરશે. તેની આ ઈનિંગ જોઈને મને તો તે મિસ્ટર 360 ડિગ્રી લાગ્યા.

આ પહેલા પણ મેચની સમીક્ષા કરતી વખતે ચોપરાએ યાદવની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે, 'સૂર્યકુમાર યાદવે સદી ફટકારી. T20માં સદી ફટકારવી એ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા જેવું છે. એક રીતે તો તેનાથી ભારતને ફાયદો ન થયો, ભારય મેચ ન જીત્યું, પરંતુ મારી નજરમાં તમે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચમાં રન બનાવો કે વિકેટ લો, તો તે ક્યારેય નકામું નથી જતું.'

આકાશ ચોપડાએ કર્યા વખાણ

આકાશ ચોપડાએ કર્યા વખાણ

ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા ચોપડાએ કહ્યું કે ઈજામાંથી પાછા ફર્યા બાદ ફરી એકવાર પોતાની યોગ્યતા સાબિત કરી છે. ચોપરાએ કહ્યું, 'સૂર્યકુમાર કેટલીક ઇજાઓમાંથી સાજા થયા બાદ વાપસી કરી રહ્યો છે. તેને અહીં રમવાનો મોકો મળ્યો. છેલ્લી બે-ત્રણ મેચો એટલી સારી નહોતી. પરંતુ અહીં તેણે ફરી એકવાર તેની ક્ષમતા અને ઉપયોગિતા સાબિત કરી.

યાદવ દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં રમ્યો ન હતો. IPL 2022 દરમિયાન થયેલી ઈજાએ તેને શ્રેણીથી દૂર રાખ્યો હતો. આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં તે સારા ફોર્મમાં નહોતો. તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે T20 મેચમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું. જોકે, રવિવારે તેણે ધમાકેદાર સદી ફટકારી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Suryakumar Yadav's batting, Akash Chopra says 'Mr 360 degrees'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X