T20 WC 2024 : T20 વર્લ્ડ કપ માટે બનાવાયો છે ખાસ નિયમ, આ સ્થિતીમાં 4 કલાક મોડા પણ રમાઈ શકે છે મેચ
આવનારા T20 વર્લ્ડ કપની સેનિફાઈનલ અને ફાઈનલ મેચને લઈને વિવાદ વધી રહ્યો છે. રિઝર્વ ડે ન રખાયા બાદ હવે આ વિવાદ વધતા નવો નિયમ અમલમાં મુકાયો છે.
T20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચોને લઈને વિવાદ વધી રહ્યો છે. હવે સમાચાર સામે આવ્યા છે કે સમસ્યાઓ સામે આવી હોવા છતાં બીજી સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. પરંતુ જો જરૂર પડશે તો મેચનો સમય ચોક્કસથી વધારી શકાય છે.

આ વખતે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ T20 વર્લ્ડ કપ 2024ની યજમાની કરશે. 20 ટીમો સાથે સજ્જ આ ટુર્નામેન્ટ 1 જૂનથી શરૂ થશે અને 29 જૂન સુધી ચાલશે.
વર્લ્ડ કપના શેડ્યૂલની સમસ્યા એ છે કે બીજી સેમિફાઇનલ અને ફાઇનલ મેચ વચ્ચે માત્ર એક દિવસનો તફાવત છે.
સુપર-8 સ્ટેજને 2 જૂથોમાં વહેંચવામાં આવ્યો છે. 26 જૂને રમાનારી પ્રથમ સેમિફાઇનલમાં પ્રથમ ગ્રૂપની ટોચની ટીમ અને બીજા ગ્રૂપની નંબર-2 ટીમ સામસામે ટકરાશે. આ મેચ માટે 27 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે
બીજી સેમિફાઇનલ મેચ 27 જૂને ગયાનામાં રમાશે. જો આ દિવસે વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર મેચમાં વિક્ષેપ આવે છે તો ICCએ મેચ પૂર્ણ કરવા માટે 250 મિનિટનો વધારાનો સમય ઉમેર્યો છે.
26 જૂને યોજાનારી પ્રથમ સેમિફાઇનલ મેચની વાત કરીએ તો આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે. ભારતીય સમય અનુસાર બીજી સેમિફાઇનલ મેચ રાત્રે 8:30 વાગ્યે શરૂ થવાની છે.
ICC દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, બીજી સેમિફાઇનલ મેચ કોઈપણ સંજોગોમાં 27 જૂને સમાપ્ત થશે. ટીમો 28 જૂને પ્રવાસ કરશે અને સમયપત્રક મુજબ 29 જૂને ફાઇનલ મેચ રમાશે.












Click it and Unblock the Notifications
