T20 WC: ખાલી હાથે પરત ફર્યા બાદ નિરાશ વિરાટ કોહલીએ જણાવી પોતાના દિલની વાત
T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ એક એવી મેચ હતી જ્યાં ભારત કોઈ પણ સ્તરે મેચમાં રહ્યું ન હતું. ભારતનું બીજું વર્લ્ડ કપ અભિયાન કોઈપણ ટ્રોફી
T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ એક એવી મેચ હતી જ્યાં ભારત કોઈ પણ સ્તરે મેચમાં રહ્યું ન હતું. ભારતનું બીજું વર્લ્ડ કપ અભિયાન કોઈપણ ટ્રોફી વિના સમાપ્ત થયું હતુ. ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદથી ટીમ મેનેજમેન્ટથી લઈને કેપ્ટન સુધી ઘણા બધા બદલાવ જોવામાં આવ્યા છે પરંતુ આ બદલાવ છતા ભારતીય ટીમને કોઈ ફાયદો થયો નથી.

શાંત અને સંયમિત થઇને કર્યું પ્રદર્શન
નોક આઉટ સ્ટેજમાં ભારત ફરી એકવાર સાવ સામાન્ય સાબિત થયું અને તેની જૂની ખામીઓ ફરી ખુલવા લાગી છે. જ્યાં સુધી ટીમ જીતી રહી હતી ત્યાં સુધી બધુ સારું લાગતું હતું પરંતુ આ હાર બાદ ખબર પડી છે કે ભારતીય ટીમમાં એવી ખામીઓ છે જેને તેણે આવનારા સમયમાં સુધારવી પડશે. આ બધાની વચ્ચે વિરાટ કોહલી એવો ખેલાડી હતો જેણે આ વર્લ્ડ કપમાં ખૂબ જ શાંતિથી અને સંયમથી પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાન સામેની તેની પ્રથમ મેચમાં તેણે જે છાપ છોડી હતી તે ઈંગ્લેન્ડ સામેની વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં પણ ચાલુ રહી હતી.

વિરાટ કોહલી નિરાશ થયો
જો કે કોહલી જે સ્ટ્રાઈક રેટથી પાકિસ્તાન સામે બેટિંગ કરી શક્યો હતો તે સ્ટ્રાઇક રેટ પછી જોવા મળ્યો ન હતો, જેનો ફટકો ક્યાંકને ક્યાંક ભારતને ભોગવવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની વર્તમાન T20 પ્લેઈંગ ઈલેવનમાં કોહલીની ભૂમિકા બાદમાં તેની ઈનિંગ્સને ઝડપી બનાવવાની છે. અને જ્યારે એવું ન થાય, તો ક્યારેક કોહલીની તે ધીમી ઇનિંગ્સ ભારત પર ભારે પડી શકે છે. આ હોવા છતાં, વિરાટે આ T20 વર્લ્ડ કપમાં પોતાની ચાર અડધી સદી પૂરી કરી અને તે દરેક રીતે પ્રશંસાને પાત્ર છે. એક ખેલાડી તરીકે આ ટૂર્નામેન્ટ રમી રહેલ વિરાટ કોહલી ટ્રોફી વગર જવાથી નિરાશ છે.
|
સપના અધુરા રહી ગયા
વિરાટો ટ્વિટ કર્યુ છેકે અમે ઓસ્ટ્રેલિયાને વિદાય આપી રહ્યા છીએ જ્યારે અમારા સપના અધૂરા રહી ગયા છે અને અમારા હૃદયમાં નિરાશા છે પરંતુ અમે ઘણી યાદોને લઈને એક જૂથ તરીકે અહીંથી વધુ સારું કરવા આગળ વધી શકીએ છીએ. આ સાથે વિરાટ કોહલીએ તેના તમામ પ્રશંસકો અને ટીમ ઈન્ડિયાના પ્રશંસકોનો આભાર માન્યો, જેઓ સ્ટેડિયમમાં આવ્યા અને તમામ મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કર્યા. કોહલીનું કહેવું છે કે આ જર્સીમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનો તેને હંમેશા ગર્વ છે. જ્યારે રાહુલ દ્રવિડને વિરાટ કોહલીના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય કોચે કહ્યું કે સિનિયર ખેલાડીઓના ભવિષ્ય વિશે વાત કરવાનો આ યોગ્ય સમય નથી અને આ ખેલાડીઓમાં હજુ થોડું ક્રિકેટ બાકી છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
