For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup, AFG vs SCO: ડ્રીમ ટીમ, હેડ ટૂ હેડ રેકોર્ડ અને ટીમના સમાચાર

T20 World Cup, AFG vs SCO: ડ્રીમ ટીમ, હેડ ટૂ હેડ રેકોર્ડ અને ટીમના સમાચાર

|
Google Oneindia Gujarati News

ICC T20 વર્લ્ડ કપના 17મા મેચમાં આજે અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ વચ્ચે મેદાન-એ-જંગ ખેલાશે. આ મેચ આજે સાંજે 7.30 વાગ્યે શારઝાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમ પોતાની પાછલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને શારઝાહ આવી રહી છે. એક તરફ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલાં સ્કોટલેન્ડ સુપર 12માં ક્વોલિફાઈ થવા માટેની રેસમાં ટૉપ પર રહ્યું જ્યારે બીજી તરફ અફઘાનિસ્તાને વૉર્મઅપ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટીમમાં આત્મવિશ્વાસ ભરી દીધો છે.

AFG vs SCO

અફઘાનિસ્તાન વર્સિસ સ્કોટલેન્ડ રેકોર્ડ

અત્યાર સુધીમાં સ્કોટલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે કુલ 6 ઈન્ટરનેશનલ ટી20 મુકાબલા થયા છે. જેમાં તમામ 6 મેચમાં અફઘાનિસ્તાનની જીત થઈ છે, સ્કોટલેન્ડે દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો. વર્લ્ડ કપમાં બંને ટીમ વચ્ચે એક વખત જ મુકાબલો રમાયો છે જેમાં અફઘાનિસ્તાને જીત ફતેહ કરી હતી. 6 ઈન્ટરનેશનલ ટી20 જીતમાંથી 5 મેચમાં અફઘાનિસ્તાને પહેલાં બેટિંગ કરીને જીત મેળવી હતી અને એક મેચમાં ચેઝિંગ કરીને જીત મેળવી હતી. એટલે જોઈએ તો એક રીતે અફઘાનિસ્તાન માટે આજનો ટૉસ કંઈ મહત્વ નહીં ધરાવે.

અફઘાનિસ્તાન વર્સિસ સ્કોટલેન્ડ પ્રિડિક્ટેડ ઈલેવન

અફઘાનિસ્તાનઃ રહમતુલ્લાહ ગુરબાઝ, હઝરતુલ્લાહ ઝાઝાઈ, નાજીબુલ્લાહ ઝડરન, અઝઘર અફઘાન, મોહમ્મદ નબી, ગુલબદૈન નૈબ, કરીમ જનત, રાશિદ ખાન, મુજીબ ઉર રેહમાન, દવલત ઝડરન, નવીન ઉલ હક.

સ્કોટલેન્ડઃ જ્યોર્જ મુનસી, કાઈલ કોઈત્ઝર, મેથ્યૂ ક્રોસ, રિચર્ડ બેરિંગ્ટન, કલમ મેક્લોડ, માઈકલ લિસ્ક, ક્રીસ ગ્રિવ્સ, માર્ક વૉટ, જોશ ડેવે, સાફ્યાન શરીફ, બ્રેડ વ્હીલ.

ડ્રીમ ટીમઃ
વિકેટ કીપર- મેથ્યૂ ક્રોસ, રહમતુલ્લાહ ગુરબાઝ, મોહમ્મદ શેહઝાદ
બેટ્સમેનઃ કાઈલ કોઈત્ઝર, જ્યોર્જ મુનસી, હઝરતુલ્લાહ ઝડરન
ઓલરાઉન્ડરઃ મોહમ્મદ નબી, રિચર્ડ બેરિંગ્ટન
બોલરઃ રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, બ્રેડ વ્હીલ

અફઘાનિસ્તાનનો ટૉપ ઓર્ડર મોહમ્મદ શેહઝાદ, રહમતુલ્લાહ ગુરબાઝ અને હઝરતુલ્લાહ ઝાઝાઈ સ્કોટલેન્ડના બોલર્સને પાવર પ્લેમાં બેકફૂટ પર લાવી શકે છે, ત્યારે જો અફઘાનિસ્તાનના ઓપનર સારી ઈનિંગ રમવામાં સફળ થશે તો જોશ ડેવે વિકેટલેસ જઈ શકે છે. બીજી તરફ શારઝાહની પીચ ધીમી હોવાના કારણે અફઘાનિસ્તાનના ફીરકી સ્પેશિયાલિસ્ટ મુજીબ ઉર રહેમાન, મોહમ્મદ નબી અને રાશિદ ખાન જેવા ધુરંધર બોલર્સને વિકેટ ચટકાવવામાં મદદ મળશે.

અફઘાનિસ્તાનમાં થયેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે અફઘાનિસ્તાન ટીમ આજે ધમાકેદાર જીત અપાવી પોતાના દેશના નાગરિકોના ચહેરાઓ પર મુસ્કાન લાવવા ઈચ્છશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 World Cup, AFG vs SCO Playing Xi, Head to Head records and Team News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X