For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup: ભારત, પાકિસ્તાન અને SA વચ્ચે રસપ્રદ બની સેમીફાઇનલની રેસ

સાઉથ આફ્રિકા સામેની મેચમાં પાકિસ્તાનની જીત બાદ વર્લ્ડ કપમાં ગ્રુપ-1નું ટેબલ ઘણું બદલાઇ ગયું છે. વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં જે રીતે પાકિસ્તાનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તે પછી પાકિસ્તાન સામે આ વર્લ્ડ ક

|
Google Oneindia Gujarati News

સાઉથ આફ્રિકા સામેની મેચમાં પાકિસ્તાનની જીત બાદ વર્લ્ડ કપમાં ગ્રુપ-1નું ટેબલ ઘણું બદલાઇ ગયું છે. વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં જે રીતે પાકિસ્તાનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તે પછી પાકિસ્તાન સામે આ વર્લ્ડ કપમાં બનાવી રાખવાનો પડકાર હતો. આ ઉપરાંત પાકિસ્તાનની ઝિમ્બાબ્વે સામેની મેચમાં મળેલી હારથી પાકિસ્તાનનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો હતો. હવે પાકિસ્તાનની ટીમે સતત બે મેચમાં જીત નોંધાવીને કમબેક કર્યું છે. નેધરલેન્ડ અને હવે દક્ષિણ આફ્રિકા સામે 33 રને મળેલી જીતે ગ્રુપ 1ની સેમીફાઈનલની રેસને રોમાંચક બનાવી છે.

પોઇન્ટ ટેબલ

પોઇન્ટ ટેબલ

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ભારત 6 પોઈન્ટ અને +0.730 સાથે પ્રથમ સ્થાન પર છે. દક્ષિણ આફ્રિકા 5 પોઈન્ટ અને +1.441 રન રેટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાન 4 પોઈન્ટ અને +1.117 રન રેટ સાથે ત્રીજા સ્થાને છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચ જીતે છે તો તેને 6 પોઈન્ટ મળશે અને જો ભારત ઝિમ્બાબ્વે સામે મેચ હારી જાય છે તો પાકિસ્તાન રન રેટના આધારે સેમીફાઈનલનો રસ્તો સાફ થઇ જશે. રસપ્રદ વાત એ છે કે જો દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન બંને તેમની છેલ્લી મેચ હારી જશે તો ભારત અને દક્ષિણ આફ્રિકા બંને સેમિફાઈનલમાં પહોંચી જશે.

આ રીતે સેમી ફાઇનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન

આ રીતે સેમી ફાઇનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન

ઉલ્લેખનિય છેકે પાકિસ્તાનની આગામી મેચ હવે બાંગ્લાદેશની સામે છે. બંને વચ્ચે 6 નવેમ્બરે રોમાંચક મેચ રમાશે. બાંગ્લાદેશ સામેની મેચમાં માત્ર જીત નોંધાવવાથી પાકિસ્તાન માટે રસ્તો આસાન નહીં બને, તેણે આ મેચને મોટા માર્જિનથી જીતવાની સાથે અન્ય ટીમના પરિણામો પર પણ નજર રાખવી પડશે. જો ઝિમ્બાબ્વે આગામી મેચમાં ભારતને હરાવશે, તો પાકિસ્તાન પાસે સેમિફાઇનલમાં જવાની તક હશે. પાકિસ્તાને કોઇ પણ સંજોગોમાં બાંગ્લાદેશને હરાવવુ પડશે. આવી સ્થિતિમાં બંને ટીમનો સારો રનરેટ સેમિફાઇનલમાં પહોંચી શકે છે.

ભારતના શું છે હાલ?

ભારતના શું છે હાલ?

સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારત સામે સૌથી મોટો પડકાર ઝિમ્બાબ્વે સામે જીત નોંધાવવાનો છે. જો ભારત-ઝિમ્બાબ્વે મેચ ન થાય અને વરસાદને કારણે ધોવાઈ જાય, તો પણ ભારતને 1 પોઈન્ટ મળશે અને સેમીફાઈનલમાં પહોંચશે. જો બાંગ્લાદેશ પાકિસ્તાનને હરાવે, નેધરલેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવે અને ભારત ઝિમ્બાબ્વે સામે હારે તો પણ ભારત વધુ સારા રન રેટના આધારે સેમિફાઇનલમાં પહોંચી શકે છે.

શું સાઉથ આફ્રિકા સેમિફાઇનલમાં પહોંચી શકે છે?

શું સાઉથ આફ્રિકા સેમિફાઇનલમાં પહોંચી શકે છે?

સાઉથ આફ્રિકાના સેમિફાઇનલમાં પહોંચવાની વાત કરીએ તો બાંગ્લાદેશ પાકિસ્તાનને હરાવશે અને સાઉથ આફ્રિકા પણ નેધરલેન્ડ સામેની મેચમાં 2 પોઇન્ટ મેળવશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે. બીજી સ્થિતિની વાત કરીએ તો સાઉથ આફ્રિકા નેધરલેન્ડને હરાવશે તો તે સરળતાથી સેમિફાઇનલમાં પહોંચી જશે. જો સાઉથ આફ્રિકાની મેચમાં વરસાદ પડે અને મેચ રદ્દ થઈ જાય અને પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવી દે તો રન રેટના આધારે બંને ટીમો વચ્ચે પેંચ થઇ શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
T20 World Cup: Interesting semi-final race between India, Pakistan and SA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X