For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup : આ ક્રિકેટરે ધોનીને પોતાનો લાઇફ કોચ અને મોટા ભાઇ ગણાવ્યા

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી ટી 20 વર્લ્ડ કપને પોતાની કારકિર્દીની સૌથી મોટી જવાબદારી માને છે. આ જવાબદારીમાં તે ફિનિશરની ભૂમિકાને સૌથી મહત્વની માની રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

T20 World Cup : ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી ટી 20 વર્લ્ડ કપને પોતાની કારકિર્દીની સૌથી મોટી જવાબદારી માને છે. આ જવાબદારીમાં તે ફિનિશરની ભૂમિકાને સૌથી મહત્વની માની રહ્યો છે. કારણ કે, હવે ભારતીય ટીમની બેટિંગ લાઇન અપમાં મહેન્દ્ર સિંહ જેવો કોઇ ખેલાડી નથી. 'ESPN Cricinfo Cricket Monthly' ને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પંડ્યાએ ધોનીને લાઈફ કોચ અને મોટા ભાઈ ગણાવ્યા છે.

T20 World Cup 2021

ધોની બધું સમજતા હતા - હાર્દિક પંડ્યા

ધોની બધું સમજતા હતા - હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે ઘણા સવાલો ઉભા થયા છે. કારણ કે, તે બોલિંગ નથી કરી રહ્યો, પરંતુ પંડ્યા માટે સારી વાત એ છે કે, ધોની એક મેન્ટર તરીકે ભારતીયક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં હાજર રહેશે. હાર્દિક પંડ્યા કહે છે કે, મહેન્દ્ર સિંહ ધોની એવા પ્રકારના વ્યક્તિ હતા, જે તેમને શરૂઆતથી જ સમજતા હતા કે, હું જે રીતે કામકરું છું, હું કેવો વ્યક્તિ છું અને હું કેવા પ્રકારની વસ્તુઓ નથી ઇચ્છતો, ધોની બધું સમજતા હતા.

માહીને હંમેશા તેનો મોટો ભાઈ પણ માને છે હાર્દિક

માહીને હંમેશા તેનો મોટો ભાઈ પણ માને છે હાર્દિક

હાર્દિક પંડ્યા પોતાને ધોનીની ખૂબ નજીક માને છે અને કહે છે કે, ધોની એકમાત્ર વ્યક્તિ છે, જે તેને શાંતિ આપી શકે છે. હાર્દિક ધોનીને એક મહાન ક્રિકેટર તરીકે જોવાનીસાથે સાથે માહીને હંમેશા તેનો મોટો ભાઈ પણ માને છે.

પૈસાથી ફરક પડે છે અને તે જ તમને પ્રેરણા પણ આપે છે

પૈસાથી ફરક પડે છે અને તે જ તમને પ્રેરણા પણ આપે છે

હાર્દિક કહે છે કે, જ્યારે તમે ધોની સાથે રહો છો, ત્યારે તમે મેચ્યોર થવાનું શીખો છો અને તમારામાં નમ્રતા પણ આવી જાય છે. હાર્દિક પંડ્યાએ પૈસાની વાત કરી છેઅને કહ્યું છે કે, પૈસા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. હાર્દિકે પોતાનો અનુભવ સંભળાવ્યો કે, ઘણા લોકો તેને કહે છે કે યુવાનોએ પૈસા વિશે વધારે વિચારવું ન જોઈએપણ હું તેમની સાથે સહમત નથી, કારણ કે પૈસા તમારા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. પૈસાથી ફરક પડે છે અને તે જ તમને પ્રેરણા પણ આપે છે. લોકોમાં એકગેરસમજ છે કે, પૈસાની વાત ન કરવી જોઈએ.

હાર્દિક પંડ્યાના ફોર્મથી ચિંતિત

હાર્દિક પંડ્યાના ફોર્મથી ચિંતિત

પસંદગીકારોએ શાર્દુલ ઠાકુરને ભારતીય ક્રિકેટ ટીમમાં નામ આપ્યું છે, જે હાર્દિકનો બેકઅપ હશે. હાર્દિકને ખબર છે કે, લોકોની નજર તેના પર રહેશે. કારણ કે, તે એકખેલાડી તરીકે હંમેશા ચર્ચામાં છે, જો તે ફોર્મમાં બેટિંગ કરે તો, તો સામેની ટીમ પાસેથી જીતેલી બાજી પણ છીનવી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India's star all-rounder Hardik Pandya considers the upcoming T20 World Cup as the biggest responsibility of his career. In this responsibility he considers the role of the finisher to be the most important.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X