For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયાની જીત પર ઝૂમી ઊઠ્યા દિગ્ગજો, કહ્યું શાબાશ...

|
Google Oneindia Gujarati News

મેલબોર્ન, 23 ફેબ્રુઆરી: જે પ્રકારે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું છે તે ચોક્કસપણે વખાણવા યોગ્ય છે. દક્ષિણ આફ્રિકાની ગણતરી વિશ્વની બેસ્ટ ટીમોમાં થાય છે એટલા માટે ભારતની આ જીત વધુ મહત્વ ધરાવે છે. ભારતની જીતનું જશ્ન આખા દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ દિગ્ગજોના મુખથી વખાણના ફૂલ વરસી રહ્યા છે. દરેકજણ પોતાની ટીમને જીતની શુભેચ્છા આપી રહ્યું છે.

worldcup 2015
માસ્ટર-બ્લાસ્ટર સચિને ટ્વિટ કરીને જણાવ્યું કે ટીમ ઇન્ડિયાનું આ પ્રદર્શન કમાલનું રહ્યું. વિશ્વ કપમાં દક્ષિણ આફ્રીકા પર આ પહેલી જીત છે. હું પણ પહેલી વાર વિશ્વકપમાં દર્શકોની ભીડમાં હાજર છું. આ યાદગાર પળ છે.

જ્યારે દેશના વેરી-વેરી સ્પેશિયલ પ્લેયર એટલે કે વીવીએસ લક્ષ્મણે આઇસીસી વિશ્વકપ- 2015માં રવિવારે દક્ષિણ આફ્રીકાની વિરુદ્ધ મેચમાં કરિયરની સર્વોચ્ચ પારી રમવા પર ભારતીય સલામી બેટ્સમેન શિખર ધવનને શુભેચ્છા આપી.

લક્ષ્મણે ટ્વિટ કર્યું કે 'ધવનને તેમની શાનદાર સદી માટે શુભેચ્છા. આપ પર સાચે જ અમને ગર્વ છે. આપની મહેનત રંગ લાવી. આવી જ રીતે રમતા રહો.' લક્ષ્મણે અજિંક્ય રહાણેને પણ શુભેચ્છા આપી. રહાણેએ 60 બોલમાં 79 રનોની પારી ખેલી.

લક્ષ્મણે ટ્વિટ પર જણાવ્યું કે 'ધવન સદી ફટકારીને સમાચારોમાં છે જ્યારે રહાણે ચુપચાપ મહત્વનું યોગદાન આપ્યું છે. કમાલના ખેલાડી છે રહાણે.'

ઇજાના કારણે વિશ્વ કપથી બહાર થયેલા ભારતીય ઝડપી બોલર ઇશાંત શર્મા અને પાછલા વિશ્વકપમાં વિજેતા રહેલા ભારતીય ટીમના સભ્ય સ્પિનર હરભજન સિંહે રવિવારે આઇસીસી વિશ્વકપ 2015માં દક્ષિણ આફ્રીકા પર મળેલી શાનદાર જીત બાદ ભારતીય ટીમને શુભેચ્છા આપી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X