For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Test Ranking : ભારત ફરી નંબર વન બન્યું, ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 372 રનથી જંગી જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારતે ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.

|
Google Oneindia Gujarati News

Test Ranking : ભારત ફરી એકવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 372 રનથી જંગી જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારતે ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. ICC દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ભારતનું રેટિંગ 124 પર પહોંચી ગયું છે. ભારતના 3464 પોઈન્ટ છે. બીજી તરફ ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે, જે હવે બીજા સ્થાને આવી ગયું છે. ન્યુઝીલેન્ડનું રેટિંગ 121 છે.

Test Ranking

ન્યૂઝીલેન્ડે જાન્યુઆરીમાં પાકિસ્તાનને હરાવી પ્રથમ વખત ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, પરંતુ તેઓ લાંબા સમય સુધી તેમનું શાસન જાળવી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા 108 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. ઈંગ્લેન્ડ 107 રેટિંગ સાથે ચોથા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન 92 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.

કોહલીને મળ્યો ઝટકો

કોહલીને મળ્યો ઝટકો

આ સાથે જ વિરાટ કોહલીને બેટિંગ રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. કોહલી 775 રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. પ્રથમ સ્થાન ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટના નામે છે. તેનું રેટિંગ 903છે.

બીજા સ્થાને સ્ટીવ સ્મિથ છે, જેનું રેટિંગ 891 છે. કેન વિલિયમસન ત્રીજા માર્નસ લાબુચેન ચોથા અને રોહિત શર્મા પાંચમા સ્થાને છે. એટલે કે વર્તમાન બેટ્સમેનનીટેસ્ટ રેન્કિંગમાં ટોપ 5માં રોહિત એકમાત્ર ભારતીય છે.

રોહિતનું રેટિંગ 805 છે. ન્યુઝીલેન્ડ સામે સમાપ્ત થયેલી બે ટેસ્ટ મેચની શ્રેણીનો ભાગ ન હતો, અન્યથા તેનારેટિંગમાં સુધારો થઈ શક્યો હોત.

બોલિંગ રેન્કિંગમાં અશ્વિન બીજા સ્થાને છે

બોલિંગ રેન્કિંગમાં અશ્વિન બીજા સ્થાને છે

બોલિંગમાં સ્પિનર રવિચંદ્રન અશ્વિન 840 રેટિંગ સાથે બીજા સ્થાને છે. બોલિંગ રેન્કિંગમાં ટોપ 5ની યાદીમાં તે એકમાત્ર ભારતીય બોલર છે. જસપ્રિત બુમરાહ 10માંસ્થાન પર છે.

આવા સમયે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર પેટ કમિન્સ હજૂ પણ 909 રેટિંગ સાથે પ્રથમ સ્થાન પર છે. ન્યુઝીલેન્ડનો ટીમ સાઉથી ત્રીજા સ્થાને છે, જ્યારેકાંગારુ બોલર જોશ હેઝલવુડ ચોથા સ્થાને છે.

પાકિસ્તાનના યુવા ઝડપી બોલર શાહીન આફ્રિદીને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે, જે 810 રેટિંગ સાથે 5માં સ્થાને પહોંચીગયો છે.

ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ 5માં બે ભારતીય

ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ 5માં બે ભારતીય

ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ 5માં ભારતના બે દિગ્ગજ છે. પ્રથમ સ્થાને વિન્ડીઝનો જેસન હોલ્ડર 412 રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે જાડેજા 353 રેટિંગ સાથે બીજાસ્થાને છે.

ત્રીજા સ્થાને રવિચંદ્રન અશ્વિન છે, જે 352 રેટિંગ સાથે યથાવત છે. બેન સ્ટોક્સ ચોથા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 327 રેટિંગ સાથેપાંચમા સ્થાને છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Test Ranking : India became number one again, New Zealand suffered a major blow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X