For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RCBમાં મોટા બદલાવ, શ્રીરામનો સહારો મળતાં જ વિરાટની ટીમ મજબૂત થઈ

RCBમાં મોટા બદલાવ, શ્રીરામનો સહારો મળતાં જ વિરાટની ટીમ મજબૂત થઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન આગામી વર્ષે શરૂ થવા જઈ રહી છે. તમામ ફ્રેન્ચાઈઝીએ પોતપોતાની ટીમને મજબૂત કરવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે પોતાના પ્રદર્શનથી અત્યાર સુધી સૌકોઈને નિરાશ કરનાર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ નવા પ્લાનિંગ સાથે ઉતરવા માટે કેટલાય બદલાવ કરી ચૂકી છે. આરસીસીએ આગામી સીઝન માટે પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીધરન શ્રીરામને બેટિંગ અને સ્પિન બોલિંગ કોના રૂપમાં પોતાની સાથે જોડી લીધા છે.

rcb

શ્રીરામ અગાઉ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે પણ કામ કરી ચૂક્યા છે. ભારત માટે 8 આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી ચૂકેલ શ્રીરામ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્પિન બોલિંગ કોચ પદ પર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ ભારતીય ક્રિકેટર શંકર બાસુને પણ અનુકૂલન કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. બાસુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ટ્રેનર પણ રહી ચૂક્યા છે, ટીમ ઈન્ડિયાનો સાથ છોડ્યા બાદ તે હવે આરસીબી માટે કામ કરશે. ઈંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપની સમાપ્તિ બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો હતો. બાસુની ગણતરી મહાન ટ્રેનરોમાં કરવામાં આવે છે. તે વર્ષ 2015થી ટીમ સાથે જોડાયેલ હતો. હવે તેમના આરસીબીમાં આવવાથી કપ્તાન કોહલીની ટીમને પણ વધુ મજબૂતી મળશે.

આરસીબી એકપણ વાર ખિતાબ પર કબ્જો કરી શકી નથી. જો કે તેની ટીમમાં કેટલાય નામી ખેલાડી રહ્યા, પરંતુ છતાં ટીમ ડગમગતી જોવા મળી. પાછલી સીઝનમાં આરસીબી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાન પર હતી. પરંતુ હવે ફ્રેન્ચાઈઝીએ આખું મેનેજમેન્ટ બદલી નાખ્યું છે. આરસીબીએ શ્રીરામ અને બાસુ સિવાય ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસન અને ઓસ્ટ્રેલિયાના એડમ ગ્રિફિથને પણ સાથે જોડ્યા છે. હેસનને આરસીબીએ ક્રિકેટ સંચાલન નિદેશક નિયુક્ત કર્યા હતા, જ્યારે કેટિચને મુખ્ય કોચ બનાવ્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકાના ઈવાન સ્પીચલીને ફિજિયોથેરેપિસ્ટ બનાવ્યા હતા.

 આ રાશિના લોકો સોશિયલ મીડિયાની પાછળ પાગલ રહે છે આ રાશિના લોકો સોશિયલ મીડિયાની પાછળ પાગલ રહે છે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The big change in the RCB, with the support of Shriram, Virat's team got stronger.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X