For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લિજેન્ડ ક્રિકેટ લીગમાં જોવા મળશે આ દિગ્ગજ ક્રિકેટર, શેડ્યુલ જાહેર, જાણો કઇ રીતે જોશો મેચ

લિજેન્ડ્સ ક્રિકેટ લીગ એક પ્રોફેશનલ ક્રિકેટ લીગ છે, જેમાં નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ રમતા જોવા મળશે. આ લીગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા નામોની જાહેરાત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : લિજેન્ડ્સ ક્રિકેટ લીગ એક પ્રોફેશનલ ક્રિકેટ લીગ છે, જેમાં નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ રમતા જોવા મળશે. આ લીગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા નામોની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિયન મહારાજા નામની ટીમમાં વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, બદ્રીનાથ, આરપી સિંહ, પ્રજ્ઞાન ઓઝા, નમન ઓઝા, મનપ્રીત ગોની, હેમાંગ બદાની, વેણુગોપાલ રાવ, મુનાફ પટેલ, સંજય બાંગર, નયન મોંગિયા અને અમિત ભંડારી જેવા ખેલાડીઓ હશે.

આ લીગ 20 જાન્યુઆરીથી ઓમાનના અલ અમીરાત ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે અને ટીમની કુલ સંખ્યા જાહેર કરવામાં આવશે. બાકીની બે ટીમ એશિયા અને બાકીની દુનિયાનું પ્રતિનિધિત્વ કરશે.

એશિયા લાયન્સમાં શામેલ છે આ સ્ટાર્સ

એશિયા લાયન્સમાં શામેલ છે આ સ્ટાર્સ

આ લિજેન્ડ ક્રિકેટ લીગે જાહેરાત કરી હતી કે, એશિયાની ટીમને એશિયા લાયન્સ તરીકે ઓળખવામાં આવશે. જેમાં શોએબ અખ્તર, શાહિદ આફ્રિદી, સનથ જયસૂર્યા,મુથૈયા મુરલીધરન, ચામિંડા વાસ, રોમેશ કાલુવિતરના, તિલકરત્ને દિલશાન, અઝહર મહમૂદ, ઉપલ થરંગા, મિસ્બાહ ઉલ હક, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, મોહમ્મદયુસુફ, ઉમર ગુલ અને અસગર અફઘાન જેવા ખેલાડીઓ હશે. કામરાન અકમલે યુનિસ ખાનના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યા છે. વિશ્વના બાકીના ખેલાડીઓના નામટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

લિજેન્ડ ક્રિકેટ લીગના કમિશનર છે રવિ શાસ્ત્રી

લિજેન્ડ ક્રિકેટ લીગના કમિશનર છે રવિ શાસ્ત્રી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી લિજેન્ડ ક્રિકેટ લીગના કમિશનર છે અને તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, મહારાજાની ટીમમાં ભારતનાખેલાડીઓ હશે જેઓ બાકીની ટોચની બે ટીમ સાથે સ્પર્ધા કરશે. જે સૌથી મોટી હરીફાઈ હશે. કારણ કે, અહીં તમે સેહવાગ, યુવરાજ, હરભજન સિંહ જેવા ખેલાડીઓનેઆફ્રિદી, મુરલી, ચામિંડા, શોએબ જેવા ખેલાડીઓ સામે રમતા જોશો. જેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના દિવસમાં પોતાની વચ્ચે મહાન રમત દર્શાવી છે.

લિજેન્ડ ક્રિકેટ લીગના કમિશનર છે રવિ શાસ્ત્રી

લિજેન્ડ ક્રિકેટ લીગના કમિશનર છે રવિ શાસ્ત્રી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી લિજેન્ડ ક્રિકેટ લીગના કમિશનર છે અને તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઇન્ડિયન મહારાજાની ટીમમાં ભારતનાખેલાડીઓ હશે જેઓ બાકીની ટોચની બે ટીમ સાથે સ્પર્ધા કરશે. જે સૌથી મોટી હરીફાઈ હશે. કારણ કે, અહીં તમે સેહવાગ, યુવરાજ, હરભજન સિંહ જેવા ખેલાડીઓનેઆફ્રિદી, મુરલી, ચામિંડા, શોએબ જેવા ખેલાડીઓ સામે રમતા જોશો. જેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના દિવસમાં પોતાની વચ્ચે મહાન રમત દર્શાવી છે.

20 જાન્યુઆરીથી શરૂ થશે ટુર્નામેન્ટ, લાઈવ ટીવી અને સ્ટ્રીમિંગ -

20 જાન્યુઆરીથી શરૂ થશે ટુર્નામેન્ટ, લાઈવ ટીવી અને સ્ટ્રીમિંગ -

ટૂર્નામેન્ટ 20 જાન્યુઆરી, 2022થી શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2022 સુધી ચાલશે. લીગનું ટાઇમટેબલ આવી ગયું છે. ટીમને ગ્રુપ લીગ રાઉન્ડમાં વિભાજિત કરવામાંઆવી છે.

કુલ બે રાઉન્ડ રમાશે અને દરેક રાઉન્ડમાં ત્રણ મેચ હશે. ટૂર્નામેન્ટની ગ્રાન્ડ ફિનાલે 29 જાન્યુઆરી, 2022ના રોજ યોજાશે. પ્રથમ ગેમમાં ભારતીય દિગ્ગજોએશિયા લાયન્સ સામે ટકરાશે.

ત્રીજી ટીમ વર્લ્ડ જાયન્ટ્સ છે, જેમાં બાકીના વિશ્વના ખેલાડીઓ શામેલ હશે. આ રીતે આ ત્રણેય ટીમો ટુર્નામેન્ટમાં બે વખત સામસામે ટકરાશે. તમામ રમતો IST રાત્રે8 કલાકે શરૂ થવાની છે.

તમે આ મેચને Sony Ten 1 અને Sony Ten 3 ચેનલ પર જોઈ શકો છો, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ માટે Sony LIV ડાઉનલોડકરી શકો છો.

શેડ્યુલ -

શેડ્યુલ -

  • 20 જાન્યુઆરી, 2022 : ગ્રુપ લીગ રાઉન્ડ 1 - ​​ઇન્ડિયન મહારાજા વિ એશિયા લાયન્સ
  • 21 જાન્યુઆરી, 2022 : ગ્રુપ લીગ રાઉન્ડ 1 - ​વર્લ્ડ જાયન્ટ્સ વિ એશિયા લાયન્સ
  • 22 જાન્યુઆરી, 2022 : ગ્રુપ લીગ રાઉન્ડ 1 - ​વર્લ્ડ જાયન્ટ્સ વિ ઇન્ડિયન મહારાજા રેસ્ટ ડે
  • 24 જાન્યુઆરી, 2022 : ગ્રુપ લીગ રાઉન્ડ 2 - એશિયા લાયન્સ વિ ઇન્ડિયન મહારાજા રેસ્ટ ડે
  • 26 જાન્યુઆરી, 2022 : ગ્રુપ લીગ રાઉન્ડ 2 - ઇન્ડિયન મહારાજા વિ વર્લ્ડ જાયન્ટ્સ
  • 27 જાન્યુઆરી, 2022 : ગ્રુપ લીગ રાઉન્ડ 2 - એશિયા લાયન્સ વિ વર્લ્ડ જાયન્ટ્સ રેસ્ટ ડે
  • 29 જાન્યુઆરી, 2022 : ગ્રાન્ડ ફિનાલે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The legendary cricketer will be seen in Legend League cricket, schedule announced, how to watch the match.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X