આ ઘાતક બોલર ટી20 વિશ્વ કપ 2024 માં લેશે સૌથી વધુ વિકેટ, રિકી પોન્ટિંગે કરી ભવિષ્યવાણી

T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ 2024 નો શંખ નાદ ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગે એક મોટી ભવિષ્યવાણી કરી છે.

રિકી પોન્ટિંગે જણાવ્યું હતું કે, ભારતનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર આ મેગા ઈવેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનશે.

જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો હતો. આ પછી તેણે સર્જરી પણ કરાવી હતી.

T20 ફોર્મેટની વાત કરીએ તો, જસપ્રીત બુમરાહ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 6.48ના ઈકોનોમી રેટ સાથે 13 મેચમાં 20 વિકેટ લીધા બાદ મેગા ઈવેન્ટમાં જોડાયો છે.

રિકી પોન્ટિંગે ICC રિવ્યુ શોમાં જણાવ્યું હતું કે, મારા અનુસાર, T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર જસપ્રીત બુમરાહ હશે. મને લાગે છે કે, તે ઘણા વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યો છે.

T20 World Cup 2024

IPL 2024માં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે નવા બોલને શાનદાર સ્વિંગ કરે છે, તેની સીમ સારી છે અને બધા જાણે છે કે, બુમરાહ નવા બોલથી શું કરી શકે છે.

આઈપીએલ 2024 ના છેલ્લા દિવસોમાં તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર સાત રનથી ઓછો હતો. તે વિકેટ લે છે. જ્યારે તમે T20 ક્રિકેટમાં મુશ્કેલ ઓવર ફેંકો છો, ત્યારે તમને વિકેટ લેવાની તક મળે છે.

રિકી પોન્ટિંગ એમ પણ માને છે કે, ઓસ્ટ્રેલિયાનો ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ આગામી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે. ટ્રેવિસ હેડ, જે ગયા વર્ષના ODI વર્લ્ડ કપ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ હતો.

તેમણે IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 15 મેચમાં 191.55ના સ્ટ્રાઇક રેટથી 567 રન બનાવ્યા હતા. જોકે ટૂર્નામેન્ટના છેલ્લા રાઉન્ડમાં તેને રન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X