For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે આઈપીએલમાં એકેય ટીમ હોમ ગેમ નહિ રમે

આ વખતે આઈપીએલમાં એકેય ટીમ હોમ ગેમ નહિ રમે

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીને પગલે પાછલા વર્ષે આઈપીએલનું આયોજન ભારતથી બહાર યૂએઈમાં કરાયું હતું, પરંતુ આ વખતે ફરીથી આઈપીએલની ઘર વાપસી થઈ ગઈ છે. આ વર્ષે 9 એપ્રિલથી આઈપીએલ શરૂ થશે અને 30મી મે 2021ના રોજ ફાઈનલ મેચ રમાશે. આઈપીએલની ગવર્નિંગ કાઉંસિલે વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા રવિવારે આઈપીએલના કાર્યક્રમનું એલાન કર્યું. આ દરમ્યાન જાણકારી આપવામાં આવી કે આ વખતે ભારતમાં જ આઈપીએલનું આયોજન થશે, જો કે મેદાનમાં દર્શકોને મંજૂરી આપવામાં આવશે કે નહિ, તે અંગે હજી સુધી કોઈ ફેસલો લેવાયો નથી.

IPL 2021

આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ તરફથી જે જાણકારી આપવામાં આવી છે તે મુજબ મોહાલી, જયપુર અને હૈદરાબાદમાં આઈપીએલની એકેય મેચ નહિ રમાય. પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી જાહેર કરવામાં આવેલ ચિંતા બાદ આઈપીએલની ગવર્નિંગ કાઉંસિલે ફેસલો કર્યો કે એકેય ટીમ ઘરેલૂ મેદાનમાં નહિ રમે. જો કે ઘરેલૂ પિચ અને બાહરી પિચના કોન્સેપ્ટને યથાવત રાખ્યો છે. આઈપીએલમાં આ વર્ષે કુલ 56 મેચ રમાશે, આ મેચ ચેન્નઈ, કોલકાતા, મુંબઈ બેંગ્લોરમાં રાશે, હરેક જગ્યાએ 10 મેચ રમાશે, જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચ રમાશે. તમામ ત્રણ પ્લેઑફના મેચ અને ફાઈનલ મુકાબલા અમદાવાદમાં રમાશે, જ્યાં કુલ 1.10 લાખ દર્શકોને બેસવાની ક્ષમતા છે.

IPL 2021 Schedule: 9 એપ્રિલથી શરૂ થશે ક્રિકેટનો મહાસંગ્રામIPL 2021 Schedule: 9 એપ્રિલથી શરૂ થશે ક્રિકેટનો મહાસંગ્રામ

ચેન્નઈના મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના સ્પિન બોલરને ફાયદો મળી શકે છે. હૈદરાબાદની ટીમના મેંટોર વીવીએસ લક્ષ્મણે આઈપીએલના શેડ્યૂઅલના એલાન બાદ ટ્વીટ કરી લખ્યું, "હું આ શેડ્યૂઅલ અને તમામ ટીમોને સમળતા સમાન પડકારનું સ્વાગત કરું છું. ઈડન ગાર્ડનમાં 9મેથી મેચનું આયોજન કરાશે, અહીં વિધાનસભા ચૂંટણી ખતમ થયા બાદ જ મેચનું આયોજન કરાશે."

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
This time no team will play a home game in the IPL 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X