For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ટ્વીટ જેના કારણે રાયડૂએ ક્રિકેટથી લેવો પડ્યો સંન્યાસ?

એક ટ્વીટ જેના કારણે રાયડૂએ ક્રિકેટથી લેવો પડ્યો સંન્યાસ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ યુવરા સિંહ બાદ અંબાતી રાયડૂએ પણ વર્લ્ડ કપ 2019 દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રાયડૂના સંન્યસની આ ઘોષણા ચોંકાવનારી જરૂર છે કે આ ક્રિકેટર પાસે હજુ થોડા વર્ષનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાકી હતું. પરંતુ એટલું નક્કી થઈ ગયું હતું કે તે પોતાના કરિયરમાં હવે અન્ય એકેય વર્લ્ડ કપ ન રમી શકત. રાયડૂએ પોતાના સંન્યાસને ફેસલો એવા સમયે લીધો છે જ્યારે વર્લ્ડ કપની ભારતીય ટીમમાં મયંક અગ્રવાલને જગ્યા આપી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે વિજય શંકર જખ્મી થતાં તેની જગ્યાએ મયંક અગ્રવાલને જગ્યા આપવામાં આવી હતી. શંક ચોથા નંબરે બેટિંગ માટે પસંદ કરાયા હતા.

રાયડૂનો અસમય અને અચાનક સંન્યાસ

રાયડૂનો અસમય અને અચાનક સંન્યાસ

આ એજ 4 નંબરનો સ્લોટ છે જેના માટે ક્યારેક રાયડૂને ટીમની પહેલી પસંદ પણ માનવામાં આવતો હતો. રાયડૂનો સંન્યાસ એ ઈશારો પણ કરે છે કે ક્યાંકને ક્યાંક રાયડૂને અંદેશો આવી ગયો છે કે હવે તે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનો ક્યારેય ભાગ નહિ બની શકે.

ક્યાંક આ ટ્વીટ તો રાયડૂને ભારે નથી પડ્યું?

ક્યાંક આ ટ્વીટ તો રાયડૂને ભારે નથી પડ્યું?

ટીમમાં સિલેક્શન ન થયા બાદ રાયડૂએ જે પગલું ભર્યું તે ભારતીય ક્રિકેટરના અનુશાસનના હિસાબે અનપેક્ષિત હતું. રાયડૂએ સંકોચ રાખ્યા વિના ચોંકાવનારું ટ્વીટ કરતા કહ્યું હતું કે, વર્લ્ડ કપ જોવા માટે નવાં 3ડી ચશ્માં ઓર્ડર કર્યાં છે. આવું કરી રાયડૂએ સીધી રીતે સીનિયર ક્રિકેટ ટીમ સિલેક્ટ સમિતિના મુખ્યા એમએસકે પ્રસાદના એ નિવેદનની મજાક ઉડાવી જેમાં પ્રસાદે શંકરને થ્રી ડાયમેંશન વાળો ખેલાડી ગણાવ્યો હતો.

દરેક નવા ખેલાડીની એન્ટ્રી સાથે રાયડૂની મજાક ઉડી

દરેક નવા ખેલાડીની એન્ટ્રી સાથે રાયડૂની મજાક ઉડી

આ ટ્વીટ બાદ માત્ર રાયડૂએ બીસીસીઆઈ અને ટીમ પ્રબંધનમાં જ પોતાની છબી ખરાબ નથી કરી બલકે સોશિયલ મીડિયામાં પણ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો. દરેક નાની મોટી ઘટના સાથે તેને ટ્રોલ કરવાનો સિલસિલો પણ વધવા લાગ્યો. જ્યારે પહેલીવાર શિખર ધવન ઈજાગ્રસ્ત થયો અને પંતની ટીમમાં એન્ટ્રી થઈ ત્યારે પણ રાયડૂને ટ્રોલ કરવામાં આવ્યો હતો કે હવે 4ડી ગ્લાસિસથી પંતને જોયા રાખજે. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વિજય શંકર પણ જખ્મી થઈ ગયો અને મયંક અગ્રવાલને જ વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી ગઈ. રાયડુ ફરીથી મજાકનું પાત્ર બન્યો. રાયડૂએ ગુસ્સામાં કરેલ ટ્વીટ આજે પણ તેને ભારે પડી રહ્યું છે.

શું સેમીફાઈનલમાં પહોંચશે પાકિસ્તાન? જાણો શું છે ગણીત શું સેમીફાઈનલમાં પહોંચશે પાકિસ્તાન? જાણો શું છે ગણીત

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
this tweet of ambati raydu maybe the reason behind his retirement from international cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X