For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેન્દ્ર સિંહ ધોનીના 10 નિવેદન જે તેને બનાવે છે કેપ્ટન કૂલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જુલાઇ: ભારતીય ક્રિકેટમાં સૌથી સફળ કપ્તાન તરીકે મહેન્દ્ર સિંહ ધોની ઊભરીને આવ્યા છે. વન ડે મેચ હોય અથવા ટેસ્ટ ક્રિકેટ હોય કે પછી 20-20 હોય ધોની પોતાની કપ્તાની થકી દરેક ફોર્મેટમાં છવાઇ રહ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર ક્રિકેટના મેદાન પર જ નહીં પરંતુ મેદાનની બહાર પણ પોતાના ધૈર્ય અને આત્મવિશ્વાસથી પોતાના પ્રશંસકોનું દિલ જીતી લીધું છે. ધોનીએ જે રીતે પોતાના શબ્દોથી પોતાના ખેલાડીઓને પ્રેરિત કર્યા અને મીડિયાનો સામનો કર્યો છે તે ખરેખર વખાણને લાયક છે.

ધોનીને તેમના સ્વભાવના કારણે કેપ્ટન કૂલ કહેવામાં આવે છે. તો આવો જાણીએ ધોનાના કેટલાંક મહત્વના નિવેદનો જે તેમના વ્યક્તિત્વને નિખારે છે અને દર્શાવે છે...

મૃત્યુ મૃત્યુ હોય છે

મૃત્યુ મૃત્યુ હોય છે

ધોનીને જ્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ભારતની હાર અંગે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે આપ મરો છો તો આપ મરો છો, એવામાં આપ મરવાનો સરસ રસ્તો નથી શોધતા.

ડીઆરએસની ગેરંટી નથી હોતી

ડીઆરએસની ગેરંટી નથી હોતી

લાઇફ જેકેટ કોઇ ગેરંટીની સાથે નથી આવતું. ડીઆરએસ પર ઘણો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેની સાથે કોઇ ગેરંટી નથી આવતી, જો એવું હોય તો મને ખુશી થશે.

આપ પ્રેસર ઘણો લો છો

આપ પ્રેસર ઘણો લો છો

જો આપની ઉપર 100 કિલોગ્રામનો વજન છે તેમ છતાં પણ હિમાલય પણ ઉપર હોય તો કોઇ પ્રેસર નથી થતું.

અરીસામાં સફેદ દાઢી દેખાય છે

અરીસામાં સફેદ દાઢી દેખાય છે

જ્યારે આપ 2007ને જુઓ છો તો શું દેખાય છે? એવા પ્રશ્નના જવાબમાં ધોની કહે છે કે અરીસો જોવું છું તો સફેદ દાઢી દેખાય છે.

જ્યારે 2011-12માં યુવા ટીમમાં આવતા શરૂ થયા

જ્યારે 2011-12માં યુવા ટીમમાં આવતા શરૂ થયા

કિશોર કુમાર બાદ હવે આપણે સીન પોલ સુધી પહોંચી ગયા છે.

ઇરફાન પઠાણને ધોનીનો સંદેશ

ઇરફાન પઠાણને ધોનીનો સંદેશ

આપને આઇપીએલથી પ્રસિદ્ધિ મળી રહી છે, પરંતુ રણજીમાં નહી. જો આપ ફિટ છો તો મને આપની ઇંગ્લેન્ડ પ્રવાસ માટે જરૂરીયાત છે પરંતુ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમો.

જ્યારે ધોની ચેન્નઇમાં ચલાવે છે બાઇક

જ્યારે ધોની ચેન્નઇમાં ચલાવે છે બાઇક

જ્યારે હું ચેન્નઇમાં બાઇક ચલાવું છું અને ટ્રાફિક લાઇટ પર રોકાવું છું તો લોકો મને રોકીને તમિલમાં વાત કરે છે.

જ્યારે ધોનીએ મેચ પહેલા ઉઘાળા પગે કીપિંગ કરી

જ્યારે ધોનીએ મેચ પહેલા ઉઘાળા પગે કીપિંગ કરી

આ અંગે સવાલ કરતા તેમણે મજાકમાં જણાવ્યું હતું કે શું કરીએ રૂપિયા ખતમ થઇ ગયા છે.

એંડર્સન અને જાડેજા વિવાદ પર ધોનીના બોલ

એંડર્સન અને જાડેજા વિવાદ પર ધોનીના બોલ

સામાન્ય રીતે હું પીતો નથી અને મને હેંગઓવર પણ નથી થતું.

આ ડકવર્થ સમજાતું નથી

આ ડકવર્થ સમજાતું નથી

સાચુ કહું તો મને ડકવર્થ લુઇસ નિયમ બિલકૂલ નથી સમજાતો, હું એમ્પાયરના નિર્ણયની રાહ જોવું છું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Top 10 statements of Mahendra Singh Dhoni Which makes him captain Cool. He hardly lost his temper either on the ground or off the ground.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X