For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ વાળા 5 બેટ્સમેન, યાદીમાં માત્ર એક જ ભારતીય

IPLમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ વાળા 5 બેટ્સમેન, યાદીમાં માત્ર એક જ ભારતીય

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાની બધી ટી20 લીગમાં સૌથી વિરાટ છે. લીગની શરૂઆત 2008માં થઈ હતી. ત્યારથી 2019 સુધી 12 સીઝન પૂરી થઈ છે. આઈપીએલે નવા યુવા ખેલાડીઓને પણ સ્ટાર અને અનુભવી ખેલાડીઓ સાથે ખભેથી ખભો મિલાવી રમવાનો મોકો આપ્યો. આઈપીએલ કેટલાય ખેલાડીઓના કરિયરમાં એક મીલનો પથ્થર પણ રહ્યું છે.

આઈપીએલમાં એક તરફ બોલર જલદીમાં જલદી વિકેટ લેવાની કોશિશ કરે છે, જ્યારે બેટ્સમેન વધુમાં વધુ સ્ટ્રાઈક રેટથી રન બનાવતા જોવા મળે છે. આ ટૂર્નામેન્ટમાં જ્યારે કોઈ બેટ્સમેન મેદાનમાં ઉતરે છે તો ફેન્સ પણ તેને લાંબા છગ્ગા લગાવી પોતાનું મનોરંજન કરવાની ઉમ્મીદ કરે છે. આ લેખમાં અમે આઈપીએલના એવા 5 વિસ્ફોટક બેટ્સમેન વિશે જાણશું જેમણે આઈપીએલમાં તેજ સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

5. ગ્લેન મેક્સવેલ

5. ગ્લેન મેક્સવેલ

ઓસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મેક્સવેલ કિંગ્સ ઈલેવન પંજાબમાં સામેલ છે. 10.75 કરોડમાં પંજાબે તેમને હરાજીમાં ખરીદ્યો. ઓલરાઉન્ડર મેક્સવેલને સામેલ કરતાની સાથે જ ટીમ પાસે ફિનિશર અને બોલરનો એડિશનલ વિકલ્પ મળી ગયો છે.

મેક્સવેલ જેઓ પહેલાં પંજાબ અને દિલ્હી માટે રમી ચૂક્યા છે તેમણે 69 મેચ રમી છે. તેમણે 22.90ની એરેજથી 161.13ની સ્ટ્રાઈક રેટથી 1397 રન બનાવ્યા. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 95 છે. મેક્સવેલ છ વખત ફીફ્ટી બનાવી ચૂક્યો છે. હવે મેક્સવેલ આઈપીએલ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમતો જોવા મળશે.

4. રીષભ પંત

4. રીષભ પંત

ભારતીય ખેલાડી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળે છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આઈપીએલમાં એક સાનદાર બેટ્સમેન છે. મેચ વિજેતા આઈપીએલમાં ચોથા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. પંતે અંડર 19 વિશ્વ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું અને આઈપીએલમાં ટીમના માલિકોને આકર્ષિત કર્યા હતા. દિલ્હી કેપિટલ્સે તેમને આઈપીએલ 2016માં ખરીદ્યો હતો ત્યારથી જ દિલ્હીએ તેને રિટેન કરી લીધો છે.

તેમણે અત્યાર સુધી 54 મેચમાં 36.16ની એવરેજ અને 162.69ની વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 1736 રન બનાવ્યા છે. તેમણે પોતાના આઈપીએલ કરિયરમાં એક સદી અને 11 ફીફ્ટી બનાવી છે અને તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર નાબાદ 128 રન છે.

3. મોઈન અલી

3. મોઈન અલી

ઈંગ્લેન્ડનો આ ખેલાડી વિરાટ કોહલીની કપ્તાની વાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતો જોઈ શકાશે. મોઈન અલીએ અત્યાર સુધી 16 આઈપીએલ મેચ રમી છે. તેમણે 24.75ની એવરેજ અને 165.92 રનની સ્ટ્રાઈક રેટથી 297 રન બનાવ્યા છે. જેમાં ત્રણ ફીફ્ટી પણ સામેલ છે. આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે મોઈન અલીની સાથોસાથ બોલર માટે પણ એક વિકલ્પ છે. આઈપીએલ 2018ની હરાજીમાં આરસીબીએ મોઈન અલીને 1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને ત્યારથી જ તે બેંગ્લોરનો ભાગ છે.

2. સુનીલ નારાયણ

2. સુનીલ નારાયણ

ઑફ સ્પિનર સુનીલ નારાયણ વેસ્ટઈન્ડીઝ ક્રિકેટ ટીમના સ્પિન બોલર છે. જે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતો જોવા મળશે. પોતાની સ્પિન બોલિંગથી વિપક્ષી બેટ્સમેનોને પરેશાન કરવા ઉપરાંત તેઓ આઈપીએલમાં સારું બેટિંગ પણ કરતા જોવા મળે છે.

2017માં આરસીબી વિરુદ્ધ બેટિંગ કરતા સુનીલ નારાયણે 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી માત્ર 15 બોલમાં ફીફ્ટી ફટકારી હતી. તે સમયે નારયણે 17 બોલમાં 54 રન બનાવ્યા હતા. ત્યારથી જ નારાયણ પોતાની બેટિંગ માટે પણ ઓળખાવા લાગ્યા. અત્યાર સુધીમાં સુનીલ નારાયણે 110 આઈપીએલ મેચ રમી જેમાં 57 વાર બેટિંગ કરી છે. આઈપીએલમાં તેમણે 168.34ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 17.52ની એવરેજથી 771 રન બનાવ્યા છે. તેમણે કુલ 3 ફીફ્ટી લગાવી છે અને આ યાદીમાં તે બીજા સ્થાને છે.

1. આંદ્રે રસેલ

1. આંદ્રે રસેલ

લાંબા છગ્ગા મારવા માટે ઓળખાતા આંદ્રે રસેલ આ યાદીમા સૌથી ટૉપ પર છે. આંદ્રે રસેલે અત્યાર સુધીમાં 64 આઈપીએલ મેચ રમી છે, જેમાં તેને 52 મેચમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો. 33ની એવરેજથી તેણે 186.41ની શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે 1400 રન બનાવ્યા છે. રસેલે આઈપીએલમાં આઠ ફીફ્ટી પણ લગાવી છે. રસેલે આઈપીએલમાં અત્યાર સુધીમાં 96 છગ્ગા અને 120 ચોગ્ગા ફટકાર્યા છે.

આ હતા આઈપીએલના સૌથી વધુ સ્ટ્રાઈક રેટ વાળા પ્લેયર્સ, તમે પણ વિચારતા હશો કે આમાં ઘણા પ્લેયર્સ છે જેમનું નામ ઉમેરાવું જોઈએ તો તમે પણ તમારા ફેવરિટ પ્લેયરનું નામ કોમેન્ટમાં લખીને અમને જણાવો.

IPL 2020: મલિંગાના રેકોર્ડથી માત્ર 14 વિકેટ દૂર છે અમિત મિશ્રાIPL 2020: મલિંગાના રેકોર્ડથી માત્ર 14 વિકેટ દૂર છે અમિત મિશ્રા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
top 5 players who played their innings with highest strike rate in IPL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X