T20 વર્લ્ડ કપમાં 20 ટીમ સામેલ થઈ શકશે, ICC બનાવી રહી છે યોજના

T20 વર્લ્ડ કપમાં 20 ટીમ સામેલ થઈ શકશે, ICC બનાવી રહી છે યોજના

ભારતમાં આ વર્ષના અંતમાં યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપને જોવા માટે પ્રશંસકોએ ઉલટી ગણતરી શરૂ કરી દીધી છે. યોજના મુજબ ટૂર્નામેન્ટની સાતમી સિઝન ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે. ટી20 ક્રિકેટ પાછલા કેટલાક વર્ષોમાં ક્રિકેટ કેલેન્ડર પર હાવી રહ્યું છે, અને માટે કેટલીય ટીમો પાસે ટી20 નિષ્ણાંતોનો પોતાનો સેટ છે. માટે ફેન્સ બેટ અને બોલ વચ્ચે કંઈક શાનદાર એક્શન જોવાની ઉમ્મીદ કરી રહ્યા છે.

world cup

જો કે ટૂર્નામેન્ટનાં ભાગ્ય પર કાળાં વાદળો છવાયાં છે. આ વર્ષના અંતમાં કોવિડ 19 વાયરસની ત્રીજી લહેર આવવાની ઉમ્મીદ છે. એ સ્થિતિાં પ્રતિયોગિતા વિદેશોમાં સ્થાનાંતરિત કરવાની સંભાવના છે. જ્યાં આ વર્ષની પ્રતિયોગિતાનું ભવિષ્ય ખતરામાં છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આનાથી પણ મોટી તસવીર જોઈ રહ્યું છે. શીર્ષ ક્રિકેટ એકમે વિશ્વ સ્તરે ક્રિકેટને વિકસિત કરવા માટે ભવિષ્યના આઈસીસી આયોજનોમાં વધુ ટીમ જોડવાની યોજના બનાવી છે.

2024ના વર્લ્ડ કપમાં 20 ટીમ ભાગ લેશે

ESPNCricinfoના રિપોર્ટ મુજબ ICC T20 વર્લ્ડ કપ 2024માં ટીમની સંખ્યા વધારવાની યોજના બનાવી રહ્યું છે. સર્વોચ્ચ એકમ વિશ્વ સ્તરે આ ચર્ચિત ખેલના વિસ્તારની આવશ્યકતા સમજાવે છે, અને ટી20 આવા પ્રકારના પરિદ્રશ્યમાં સૌથી સારું ફોર્મેટ છે. ટી20 વર્લ્ડ કપ 2024માં 20થી વધુ ટીમ ભાગ લઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આઈસીસીએ લાંબા સમય સુધી ટી20 ફોર્મેટને ખેલના વિસ્તાર માટે એક વાહનના રૂપમાં જોયું છે અને આવા પ્રકારના વિસ્તરણની ચર્ચા થઈ છે. આઈસીસીએ પહેલેથી જ પોતાની મહિલાઓની પ્રતિયોગિતાઓમાં ટીમની સંખ્યા વધારવાની તેમની યોજનાની પુષ્ટિ કરી દીધી છે.

ટી20 વર્લ્ડ કપ 2021માં ભાગ લેવા માટે કુલ 16 ટીમ સામેલ કરવામાં આવી છે, અને આઈસીસી ઈચ્છશે કે નામીબિયા, સ્કૉટલેંડ અને આયરલેંડ જેવા સહયોગી દેશ સારું પ્રદર્શન કરે. હાલના વર્ષોમાં આઈસીસીએ પ્રતિસ્પર્ધાની શ્રેષ્ઠ ગુણવત્તા માટે 50 ઓવરના વર્લ્ડ કપમાં ટીની સંખ્યામાં કટૌતી કરી છે. જો કે હવે તેઓ એક અલગ દ્રષ્ટિકોણની પસંદગી કરી રહ્યા છે, અને આ યોજના કેવી રીતે કામ કરે છે તે જોવાનું દિલચસ્પ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X