કડક મિજાજના અનુરાગ ઠાકુર વિશે જાણો કેટલીક રસપ્રદ વાતો
સુપ્રિમ કોર્ટે અનુરાગ ઠાકુરને બીસીસીઆઇના અધ્યક્ષ પદથી હટાવી દીધા છે. કોર્ટે જસ્ટીસ લોઢા સમિતિની ભલામણોને યોગ્ય રીતે લાગૂ ન કરવા પર આ ચૂકાદો આપ્યો છે...
સોમવારે સવારે સુપ્રિમ કોર્ટે એક ચોંકાવનારો ચૂકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આજે અનુરાગ ઠાકુરને બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. કોર્ટે જસ્ટીસ લોઢા સમિતિની ભલામણોને યોગ્ય રીતે લાગૂ ન કરવા પર આ ચૂકાદો આપ્યો છે. ત્યારબાદ રમતજગતથી માંડીને રાજનીતિના કેનવાસ પર હલચલ મચી ગઇ છે. 41 વર્ષના અનુરાગ ઠાકુરની છબી ખૂબ જ તેજ અને કડક રહી છે.

જન્મ 24 ઓક્ટોબર, 1974
હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલના દીકરા અનુરાગ ઠાકુરનો જન્મ 24 ઓક્ટોબરે 1974 ના રોજ હિમાચલના હમીરપુરમાં થયો હતો. 41 વર્ષની ઉંમરમાં બીસીસીઆઇના ચીફ બનનાર અનુરાગ ઠાકુરે પોતાના કેરિયરની શરુઆત રાજકારણથી કરી હતી પરંતુ તે બાળપણથી જ ક્રિકેટ પ્રેમી રહ્યા છે.

હમીરપુરના સાંસદ
અનુરાગ ઠાકુર ત્રણ વાર હિમાચલના હમીરપુરના સાંસદ રહી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટીવ રહેતા અનુરાગ ઠાકુરના ટ્વીટર પર 4.94 લાખ ફોલોઅર્સ છે.

હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન
ક્રિકેટ પ્રેમી અનુરાગ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સૌથી નાની ઉંમરના અધ્યક્ષ બન્યા હતા. તેમણે માત્ર 25 વર્ષની ઉંમરમાં હિમાચલ ક્રિકેટ એસોસિએશનનું અધ્યક્ષ પદ સંભાળ્યુ હતુ.

મેચમાં કેપ્ટન
હિમાચલ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પર હતા તે દરમિયાન અનુરાગ ઠાકુરે એક મેચ પણ રમી હતી. તે આ મેચમાં પોતે કેપ્ટન હતા અને તેમણે બે વિકેટ લીધી હતી.

રત્નોનો શોખ
27 નવેમ્બર, 2002 ના રોજ હિમાચલ પ્રદેશના પૂર્વ પીડબલ્યૂડી મંત્રી ગુલાબસિંહ ઠાકુરની દીકરી શેફાલી સાથે લગ્ન કર્યા. અનુરાગને બે દીકરા છે. ઇશ્વરમાં વિશ્વાસ ધરાવતા અનુરાગને રત્નોનો શોખ છે માટે તે હાથમાં અલગ અલગ પ્રકારના રત્નોની વીંટી પહેરે છે.












Click it and Unblock the Notifications
