પૂરના ફંડના રૂપિયા અંગે વિરાટ કોહલીનો ખુલાસો

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરાખંડમાં ચૂંટણીના ચહેલપહેલ વચ્ચે હરીશ રાવત સરકાર ફરી એક વાર એક વિવાદમાં સપડાઇ છે. બીજેપી નેતા દ્વારા દાખલ કરવામાં આવેલા આરટીઆઇમાં તેવો ખુલાસો થયો છે કે રાજ્ય સરકારે વર્ષ 2013માં કેદારનાથમાં આવેલા પૂરના ફંડમાંથી રૂપિયા 47.19 રૂપિયા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આપ્યા હતા. તેમણે આ રૂપિયા જૂન 2015માં 60 સેકન્ડના એક ટૂરિઝમ જાહેરાતરૂપે સરકાર તરફથી આપ્યા હતા. નોંધનીય છે કે વિરાટ કોહલી તે સમયે રાજ્યમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.

Virat

કોહલીના એજન્ટનો જવાબ
જો કે આ અંગે વિરાટ કોહલીના એજન્ટ અને કોર્નસ્ટોન સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટના ફાઉન્ટ સીઇઓ બંટી સજદેહ કહ્યું છે કે આવું કોઇ ટ્રાન્જેક્શન નથી થયું. આરોપો પછી મુખ્યમંત્રી હરિશ રાવતના મીડિયા સલાહકાર સુરેન્દ્ર કુમારે કહ્યું કે પ્રવાસન રાજ્યનું મુખ્ય કમાણી છે. તેમાં કંઇ ખોટું નથી કે એક મોટા ચહેરાને રાજ્યના પ્રવાસન માટે પસંદ કરવામાં આવ્યો હોય. તમામ વસ્તુઓને કાનૂની પ્રક્રિયા હેઠળ જ કરવામાં આવી છે. અને જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે તે પોકળ છે.

રાવત સરકારનો બચાવ

આ મામલે સુરેન્દ્રએ વધુમાં કહ્યું કે લોકો જાણે છે કે કેદારનાથને ફરીથી વિકસિત કરવા માટે અમારી સરકાર કેટલી કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભાજપ હારના ડરના લીધે આ તમામ ખોટા આરોપો લગાવી રહી છે. વધુમાં તેમણે આ મામલે સંબંધિત વિભાગથી વધુ જાણકારી માંગી છે. નોંધનીય છે કે આ અંગે બીજેપીનું કહેવું છે કે કોહલીને પૈસા આપવામાં આવ્યા છે. જ્યારે વિરાટ કોહલીના એજન્ટનું કહેવું છે કે આવા કોઇ પૈસા લેવામાં નથી આવ્યા.

ભાજપનો આરોપ

જો કે આ મામલે બીજેપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિરાટ કોહલીને આ રકમ સિંગર કૈલાશ ખેરની કંપની કૈલાશા એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જૂન 2015માં આપવામાં આવ્યા હતા. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ બીજેપીએ સિંગરને પૂરના ફંડમાંથી 3.66 કરોડ રૂપિયા આપી કેદારનાથ પર એક મિનિટનો વીડીયો રેકોર્ડ કરવાની વાતનો વિરોધ કર્યો હતો. અને આ વીડિયો ત્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યારે મંદિરને બંધ કરવાનો સમય નજીક હતો.

English summary
Uttarakhand govt paid 47 lakh rupees to virat kohi from flood fund claims RTI.
Please Wait while comments are loading...