U-19 વર્લ્ડ કપ: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
Vaibhav Suryavanshi Record: આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે શાનદાર વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. અમેરિકા (USA) સામે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતની જીતની સાથે સાથે 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી કરી શક્યો નથી.

વૈભવ સૂર્યવંશીનો ઐતિહાસિક રેકોર્ડ
બિહારના વતની એવા વૈભવ સૂર્યવંશીએ મેદાનમાં ઉતરતાની સાથે જ ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. વૈભવે માત્ર 14 વર્ષ અને 294 દિવસની વયે અંડર-19 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું છે.
- તે ભારત તરફથી 15 વર્ષની ઉંમર પહેલા આ ટુર્નામેન્ટમાં રમનાર સૌપ્રથમ ખેલાડી બની ગયો છે.
- અગાઉ આ રેકોર્ડ કુમાર કુશાગ્રના નામે હતો, જેણે 2020માં 15 વર્ષ અને 88 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.
મેચનો અહેવાલ: હેનિલ પટેલની ઘાતક બોલિંગ
ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ભારતીય બોલરોએ અમેરિકાની ટીમને ધ્વસ્ત કરી દીધી હતી.
- હેનિલ પટેલનો તરખાટ: 18 વર્ષીય ફાસ્ટ બોલર હેનિલ પટેલે માત્ર 16 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
- અમેરિકાની આખી ટીમ માત્ર 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
- વૈભવ સૂર્યવંશી, દીપેશ દેવેન્દ્રન અને ખિલન પટેલે પણ એક-એક વિકેટ ઝડપી હતી.
વરસાદનું વિઘ્ન અને ભારતની જીત
ભારત જ્યારે બેટિંગ કરવા ઉતર્યું ત્યારે વરસાદ પડતા રમત અટકી હતી. ત્યારબાદ 'ડકવર્થ-લુઈસ' (DLS) નિયમ મુજબ ભારતને 37 ઓવરમાં 96 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો.
- શરૂઆતમાં ભારતની સ્થિતિ નબળી રહી હતી, જેમાં વૈભવ સૂર્યવંશી (2 રન), વેદાંત ત્રિવેદી (2 રન) અને કેપ્ટન આયુષ મ્હાત્રે (19 રન) સસ્તામાં આઉટ થયા હતા.
- જોકે, અભિયાન કુંડુએ (અણનમ 42 રન) અને વિહાન મલ્હોત્રાએ બાજી સંભાળી હતી અને ભારતને 178 બોલ બાકી હતા ત્યારે જ જીત અપાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
