Video : દિનેશ કાર્તિકની બેટિંગ વચ્ચે રોહિત શર્માએ વર્લ્ડ કપને લઈને ચુટકી લીધી, વીડિયો વાયરલ
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચેના મુકાબલામાં દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરી છે. આ બેટિંગ દરમિયાન રોહિત શર્માએ કઈંક એવુ કર્યુ તે વીડિયો વાયરલ થઈ ગયો.
કાર્તિકે માત્ર 21 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. ક્રિઝ પર કાર્તિકે અંતિમ ઓવરોમાં એક છેડેથી ધમાલ મચાવી દીધી. કાર્તિકે થર્ડ મેન પર એક જગ્યાએ ચાર ચોગ્ગા ફટકાર્યા અને આકાશ માધવાલની બોલિંગને નિશાન બનાવી.

ટી20 વર્લ્ડ કપ જૂનમાં યોજાવાનો છે અને 38 વર્ષીય દિનેશ કાર્તિકે એક રીતે પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વિસ્ફોટક બેટિંગ જોઈને ફિલ્ડિંગ કરી રહેલા રોહિત શર્માએ પણ મનોરંજન કરવાનો મોકો ઝડપી લીધો.
રોહિત શર્માએ કાર્તિકને કહ્યું કે, શાનદાર, વર્લ્ડ કપ રમવાનો છે. રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ગઈ વખતે કાર્તિકને ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો.
Rohit Sharma teasing DK with " World Cup Khelna hai saabash"😂#RCBvMIpic.twitter.com/F01TTl1szu
— Sunil the Cricketer (@1sInto2s) April 11, 2024
દિનેશ કાર્તિકે પોતાની ઇનિંગમાં 23 બોલનો સામનો કર્યો અને 53 રનની અણનમ ઇનિંગ રમી. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 4 છગ્ગા જોવા મળ્યા.
કાર્તિક ઉપરાંત ફાફ ડુ પ્લેસિસ અને રજત પાટીદારે પણ સારી બેટિંગ કરી. બંનેએ અડધી સદી ફટકારી અને આરસીબીનો સ્કોર 8 વિકેટે 196 રન સુધી પહોંચાડ્યો.












Click it and Unblock the Notifications
