For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vijay Hazare Trophy 2022 : તમિલનાડુએ 50 ઓવરમાં 506/2નો સ્કોર કર્યો, આવુ કરનારી બની પ્રથમ ટીમ બની

Vijay Hazare Trophy 2022 : હાલ ભરતની ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2022 ચાલી રહી છે. વિજય હજારે ટ્રોફીમાં તમિલનાડુ સામે અરુણાચલ પ્રદેશની મેચ દરમિયાન અનેક રેકોર્ડ તૂટી ગયા હતા. આ મેચ 50 ઓવર નિર્ધારિત હોય છે.

|
Google Oneindia Gujarati News

Vijay Hazare Trophy 2022 : હાલ ભરતની ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2022 ચાલી રહી છે. વિજય હજારે ટ્રોફીમાં તમિલનાડુ સામે અરુણાચલ પ્રદેશની મેચ દરમિયાન અનેક રેકોર્ડ તૂટી ગયા હતા. આ મેચ 50 ઓવર નિર્ધારિત હોય છે.

Vijay Hazare Trophy:

આ મેચમાં તમિલનાડુ દ્વારા 506/2 રન બનાવ્યા હતા. આ રીતે લિસ્ટ A ક્રિકેટમાં કુલ 500થી વધુ નોંધાવનારી પ્રથમ ટીમ બની છે. આ મેચમાં ઓપનર સાઈ સુધરસન અને એન જગદીસને શરૂઆતની વિકેટ માટે 416 રન નોંધાવ્યા હતા. જેમાં તેમણે અનુક્રમે 154 અને 277 રન બનાવ્યા હતા.

સોમવારના રોજ વિજય હઝારે ટ્રોફીમાં તમિલનાડુના સ્ટાર બેટ્સમેન એન જગદીશને પોતાના બેટથી ધમાકેદાર બેવડી સદી ફટકારી હતી. જગદીશે આ મેચમાં 114 બોલમાં 277 રન બનાવ્યા હતા. પોતાની શાનદાર ઇનિંગ્સમાં તેમણે 25 ફોર અને 15 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગ સાથે જગદીશને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવન સહિત અનેક દિગ્ગજોના રેકોર્ડ તોડીને વિશ્વ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે.

જગદીશે ઘણા વર્લ્ડ રેકોર્ડ તોડ્યા

નારાયણ જગદીશને આ મેચમાં 277 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ઘણા વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે. જગદીશે ભારતીય કેપ્ટન રોહિત શર્માનો 264 રનનો રેકોર્ડ તોડ્યો હતો, જે વનડેમાં રમાયેલી સૌથી મોટી ઇનિંગ્સ છે. જોકે તેણે લિસ્ટ Aમાં રમતી વખતે આ રેકોર્ડ તોડ્યો છે. 277 રનની ઈનિંગ વિશ્વ ક્રિકેટના લિસ્ટ A ના ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ્સ છે. તેના પહેલા આ રેકોર્ડ એડી બ્રાઉન (268) ના નામે હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Vijay Hazare Trophy 2022 : Tamil Nadu became the first team to 500 plus score
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X