For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય હજારે ટ્રોફીઃ મુંબઈએ ત્રીજી વાર જમાવ્યો ખિતાબ પર કબ્જો

મુંબઈએ મેચ પર પકડ જમાવી અંતમાં મેચ 4 વિકેટથી જીતીને ત્રીજી વાર વિજય હજારે ટ્રોફી પોતાના નામે કરી.

|
Google Oneindia Gujarati News

શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય હજારે ટ્રોફીની ફાઈનલ દિલ્લી અને મુંબઈ વચ્ચે રમાઈ. ટોસ જીતીને મુંબઈએ પહેલા બોલિંગનો નિર્ણય કર્યો. દિલ્લીની શરૂઆત સારી ન રહી અને માત્ર 21 રનમાં જ દિલ્લીના ત્રણ બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા. ત્રણ વિકેટ પડ્યા બાદ દિલ્લીનો દાવ નીતિશ રાણા અને ધ્રુવ શોરે સંભાળ્યો. પરંતુ આ ભાગીદારી થોડી વાર માટે જ રહી. ત્યારબાદ નીતિશ રાણા 13 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા. તેમના પેવેલિયન પાછા ફર્યા બાદ ધ્રુવ શોરેને આદિત્ય તારેએ સ્ટંપ આઉટ કર્યા. ત્યારબાદ દિલ્લીનો દાવ સતત ડગી ગયો. આખી ટીમ 177 પર ઓલ આઉટ થઈ ગઈ.

આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને 'કરણી સેના' એ સોંપી મહત્વની જવાબદારીઆ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને 'કરણી સેના' એ સોંપી મહત્વની જવાબદારી

vijay hazare

ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ પણ શરૂઆતના ઝટકા બાદ સારુ રમી શકી. પહેલી ઓવરમાં જ મુંબઈના પૃથ્વી શૉ ના રૂપમાં મોટો ઝટકો લાગ્યો. મુંબઈને 100 રન પર જ 4 ઝટકા લાગ્યા ત્યારબાદ મેચ રોમાંચક વળાંક પર આવી ગઈ પરંતુ થોડી વારમાં જ વિકેટ જલ્દી જલ્દી પડવાનું બંધ થઈ ગયુ અને મુંબઈએ મેચ પર પકડ જમાવી લીધી. અને અંતમાં મેચ 4 વિકેટથી જીતીને ત્રીજી વાર ખિતાબ પોતાના નામે કર્યો.

આ પણ વાંચોઃ અમૃતસર ટ્રેન દૂર્ઘટનાઃ ઘાયલોને મળ્યા સીએમ અમરિંદર સિંહ, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યાઆ પણ વાંચોઃ અમૃતસર ટ્રેન દૂર્ઘટનાઃ ઘાયલોને મળ્યા સીએમ અમરિંદર સિંહ, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા

હૈદરાબાદને મ્હાત આપીને ફાઈનલમાં આવનારી મુંબઈએ 2003-2004 અને 2006-2007 માં પણ આ ખિતાબ જીત્યો હતો. દિલ્લીએ 2012-13 માં ખિતાબ પર કબ્જો જમાવ્યો હતો. તે ઝારખંડને રોમાંચક મુકાબલામાં હરાવીને ફાઈનલમાં પહોંચ્યુ હતુ. 2015-16 માં દિલ્લીની ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ગુજરાત સામે હારી ગઈ હતી. મુંબઈ પણ 2011-12 માં ઉપવિજેતા રહી ચૂકી છે. બંને ટીમો પર નજર નાખીએ તો મેચમાં મુંબઈનું પલ્લુ ભારે માનવામાં આવી રહ્યુ હતુ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
vijay hazare trophy mumbai defeated delhi won third time trophy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X