વિરાટ અને અનુષ્કાની આ તસવીરો થઇ રહી છે વાયરલ

Written By:
Subscribe to Oneindia News

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને એટલા લોકપ્રિય છે કે બંને સાથે હોય અને તેને લઈ કોઈ ગપશપ ન થાય તો જ નવાઈ. જયારે જ્યારે તેઓ સાથે હોય છે, ત્યારે તેમના ચાહકો ગમે તેમ કરીને તેમને શોધી જ લેતા હોય છે. આ વખતે પણ એવુ જ કંઈક બન્યું છે. આપણે સૌને ખબર છે કે, અનુષ્કા થોડા સમય પહેલા શ્રીલંકા ગઈ હતી અને એ જ સમયગાળામાં વિરાટ કોહલી પણ શ્રીલંકા સામેની સિરિઝમાં જીત માટેની રણનીતિ બનાવી રહ્યો હતો. શ્રીલંકામાં આ વિરાટ અનુષ્કાએ કેટલોક ક્વોલિટી ટાઇમ પસાર કર્યો હતો અને સાથે જ છોડ પણ વાવ્યા હતા.

ઈન્સ્ટાગ્રામના ફેન પેજ પર ફોટો કરાયો અપલોડ

ઈન્સ્ટાગ્રામના ફેન પેજ પર ફોટો કરાયો અપલોડ

વિરાટ અને અનુષ્કાનો સાથે છોડ ઉગાડતી તસવીર ઈન્સ્ટાગ્રામના ફેન પેજ પર અપલોડ થઇ હતી. આ તસવીર થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ હતી. થોડા દિવસો પહેલા વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને કોચ રવિ શાસ્ત્રી સાથે શ્રીલંકાના ફેન્સને પણ મળ્યા હતા. એ તસવીરો પણ ખૂબ વાયરલ થઇ હતી.

ભારત પરત આવી અનુષ્કા

ભારત પરત આવી અનુષ્કા

આ પહેલા આ કપલ વેસ્ટ ઇન્ડીઝની મેચ બાદ ન્યુયૉર્ક રજાઓ માણવા ગયું હતું. વિરાટે આ વેકેશનની સેલ્ફી પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. આ બંનેએ ભલે હજુ સુધી પોતાનો સંબંધ મીડિયા સમક્ષ સ્વીકાર્યો ન હોય, પરંતુ તેઓ અવાર-નવાર એકબીજા સાથે વેકેશન પર જતાં અને ક્વોલિટી ટાઇમ પસાર કરતા જોવા મળે છે. હાલ તો અનુષ્કા શ્રીલંકાથી પરત ફરી ગઇ છે.

ભારત 1-0થી આગળ

ભારત 1-0થી આગળ

રવિવારે રમાયેલી ભારત અને શ્રીલંકાની વન ડે મેચમાં ભારતે શ્રીલંકાને 9 વિકેટથી હરાવ્યું હતું અને ભારત હાલ સીરિઝમાં 1-0થી આગળ છે. પહેલી મેચમાં શ્રીલંકાના 217 રનના લક્ષ્યાંકને ભારતે ખુબ જ સરળતાથી પાર કર્યો હતો.

શિખર ધવનની 11મી સદી

શિખર ધવનની 11મી સદી

રવિવારે રમાયેલી ભારત અને શ્રીલંકાની વન ડે મેચમાં શિખર ધવને 132 રન અને વિરાટે 82 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં 'મેન ઓફ ધ મેચ' શિખર ધવન રહ્યો હતો. આ ઉપરાંત શિખરે આ મેચમાં પોતાની 11ની સદી બનાવી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
one of the most popular celebrity couple Virat Kohli and Anushka Sharma was found spending quality time with each-other in Sri Lanka. On the other hand this most popular couple also went environment friendly by planting tress in Sri Lanka.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.