For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લેયર ઓફ ધી મંથ બન્યો વિરાટ કોહલી, આ ખેલાડીઓને છોડ્યા પાછળ

ટી20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. આગામી 10 તારીખે ભારતીય ટીમ ઇંગલેન્ડ સામે સેમીફાઇનલ રમશે. આ સાથે ICCએ પ્લેયર ઓફ ધી મંથનુ નામ જાહેર કર્યું છે. ICC દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં વિરાટ કોહલીએ શોર્ટ ફોર્મેટમાં કે

|
Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. આગામી 10 તારીખે ભારતીય ટીમ ઇંગલેન્ડ સામે સેમીફાઇનલ રમશે. આ સાથે ICCએ પ્લેયર ઓફ ધી મંથનુ નામ જાહેર કર્યું છે. ICC દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં વિરાટ કોહલીએ શોર્ટ ફોર્મેટમાં કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે, જેના કારણે તેને ઓક્ટોબર મહિનાનો પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છેકે સ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં જબરદસ્ત ફોર્મમાં છે. તે ત્રણ અડધી સદી સાથે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ છે.

સિકંદર રજા અને ડેવિડ મલાનને પાછળ છોડ્યા

સિકંદર રજા અને ડેવિડ મલાનને પાછળ છોડ્યા

આ રેસમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર પણ સામેલ હતા. પરંતુ વિરાટ કોહલીએ બંનેને પાછળ છોડીને આ ખિતાબ જીત્યો છે. ઑક્ટોબર મહિનામાં વિરાટ કોહલીએ ટી-20માં માત્ર 4 ઇનિંગ્સ રમી છે પરંતુ તેમાંથી ત્રણ ઇનિંગ્સ યાદગાર રહી. જેમાં પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સામેની મેચમાં જ્યારે ભારત મેચમાંથી લગભગ સંપૂર્ણ રીતે આઉટ થઈ ગયું હતું ત્યારે ભારતનો સ્કોર 31/4 હતો પરંતુ તે પછી વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીતના લક્ષ્ય સુધી પહોંચાડી દીધી હતી.

ભારતીય ટીમનો માન્યો આભાર

ભારતીય ટીમનો માન્યો આભાર

પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીએ 53 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. મેચ બાદ વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે આ ઈનિંગ T20 કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે. પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મેળવ્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે મારા માટે આ બહુ સન્માનની વાત છે. આ મારા માટે ખાસ લાગણી છે. હું અન્ય બે ખેલાડીઓને પણ અભિનંદન આપવા માંગુ છું જેમના નામ આ રેસમાં સામેલ હતા, જેમણે ગયા મહિને સારો દેખાવ કર્યો હતો. હું મારી ટીમના ખેલાડીઓનો પણ આભાર માનું છું જેમણે મારું સર્વશ્રેષ્ઠ આપવા માટે મને મદદ કરી.

ફોર્મમાં છે કોહલી

ફોર્મમાં છે કોહલી

પાકિસ્તાન સિવાય વિરાટ કોહલીએ પણ દક્ષિણ આફ્રિકા સામે 28 બોલમાં 49 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય વિરાટે નેધરલેન્ડ સામેની મેચમાં 44 બોલમાં 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરાટે જે ત્રણ અડધી સદી ફટકારી છે તેમાં તે અણનમ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં વિરાટ પાંચ મેચમાંથી માત્ર 2 ઇનિંગ્સમાં આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચવામાં વિરાટ કોહલીનું યોગદાન ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. એડિલેડના મેદાન પર 10 નવેમ્બરે સેમિફાઇનલમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virat Kohli became the player of the month, ICC Announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X