ન્યૂ યોર્કમાં મજા માણી રહ્યાં છે વિરાટ-અનુષ્કા, તસવીરો વાયરલ

Written By:
Subscribe to Oneindia News

ટૂંક સમયમાં જ ટીમ ઇન્ડિયા શ્રીલંકાના પ્રવાસે જનાર છે. એ પહેલાં ટીમના કપ્તાન વિરાટ કોહલી થોડો બ્રેક લઇને પોતાની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ન્યૂ યોર્ક પહોંચ્યા છે. છેલ્લા બે દિવસથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની એક તસવીર વાયરલ થઇ રહી હતી. ત્યાર બાદ હવે વિરાટ કોહલીએ જાતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ અનુષ્કા સાથે તસવીર શેર કરતાં આ વાત સ્વીકારી છે.

વિરાટે શેર કરી સેલ્ફી

વિરાટે શેર કરી સેલ્ફી

વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેની આ સેલ્ફી શેર કરી છે અને સાથે કેપ્શન લખ્યું છે, much needed break with my love. વિરાટ કોહલી હાલ ન્યૂ યોર્કમાં છે, પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા સાથે આઇફા 2017 અટેન્ડ કરવા તે ન્યૂ યોર્ક પહોંચ્યા છે. વિરાટ કોહલીએ આ સેલ્ફી બુધવારે રાત્રે શેર કરી હતી.

ન્યૂ યોર્કના રસ્તાઓ પર વિરાટ-અનુષ્કા

ન્યૂ યોર્કના રસ્તાઓ પર વિરાટ-અનુષ્કા

આ પહેલાં વિરાટ-અનુષ્કાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી, જેમાં બંન્ને પ્રેમી પંખીડા ન્યૂ યોર્કના રસ્તા પર ટહેલતા જોવા મળે છે. વિરાટના હાથમાં છત્રી અને શોપિંગ બેગ જોઇ શકાય છે.

વિરાટ કોહઅને અનુષ્કા શર્મા

વિરાટ કોહઅને અનુષ્કા શર્મા

વિરાટ અને અનુષ્કા મીડિયા સાથેની વાતચીતમાં ભલે પોતાના સંબંધોનો સ્વીકાર ન કરતા હોય, પરંતુ સોશિયલ મીડિયા પર એકબીજા માટેની લાગણીઓ તેઓ અનેકવાર વ્યક્ત કરી ચૂક્યાં છે. બંન્ને ઘણીવાર સાથે હોલિડે માણતા પણ નજરે પડ્યાં છે.

26 જુલાઇથી 6 સપ્ટેમ્બર

26 જુલાઇથી 6 સપ્ટેમ્બર

નોંધનીય છે કે, ટીમ ઇન્ડિયા 26 જુલાઇથી 6 સપ્ટેમ્બર સુધી શ્રીલંકાની મુલાકાતે છે. આ દરમિયાનમાં કપ્તાન કોહલીના નેતૃત્વ હેઠળ ટીમ શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચ, પાંચ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ અને એક આતંરરાષ્ટ્રીય ટી-20 મેચ રમનાર છે. એ પહેલાં વિરાટ-અનુષ્કા સાથે થોડો ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. આ જ કારણે ટીમ ઇન્ડિયાના કોચની પસંદગી સમયે પણ વિરાટ કોહલી હાજર નહોતા રહી શક્યા.

English summary
Virat Kohli and Anushka Sharma have been spotted holidaying in New York, before the Indian captain leaves for the Sri Lanka tour later this month.
Please Wait while comments are loading...