For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ ઈચ્છે છે કોહલી

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ ઈચ્છે છે કોહલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આ વર્ષે એશેજ સિરીઝથી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ હતી. જે બાદ અત્યાર સુધી આ ચેમ્પિયનશિપ ઘણી આગળ વધી ચૂકી છે. હાલના સમયમાં દુનિયાની નંબર એક ટેસ્ટ ટીમ ભારત આ ચેમ્પિયનશિપમાં ટૉપ પર વિરાજમાન છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમ ટેસ્ટ જીતની સાથે જ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની સ્થિતિ ઘણી મજબૂત કરી લીધી છે. આ ચેમ્પિયનશિપ અંતર્ગત આ ભારતની સતત ત્રીજી જીત છે અને ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ત્રણ જ મેચ રમી છે. એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો રેકોર્ડ અત્યાર સુધી 100 ટકા રહ્યો છે. પરંતુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ ચેમ્પિયનના પોઈન્ટ સિસ્ટમથી બહુ સંતુષ્ટ નથી.

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમ

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઈન્ટ સિસ્ટમ

ટીમ ઈન્ડિયાની રમાયેલ ત્રણ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી 160 અંક મળ્યા છે અને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટૉપ પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટૉપ 2 ટીમ વચ્ચે લોર્ડ્સમાં ફાઈનલ મેચ રમાશે. તેની પહેલા બે વર્ષ સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ટેસ્ટ મેચ રમાતી રહેશે. જેમાં પ્રત્યેક સીરિઝ માટે અધિકતમ 120 અંક આપવામાં આવે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની સીરિઝની એક ટેસ્ટ માટે 40 અંક નિર્ધારિત છે. ભારતે અગાઉ વેસ્ટઈન્ડિઝને 2-0થી હરાવી 120 અંક હાંસલ કર્યા હતા. કેપ્ટન કેહલીએ આ પોઈન્ટ સિસ્ટમમાં બદલાવની ભલામણ કરી છે.

પોઈન્ટ સિસ્ટમમાં શું કમી છે

પોઈન્ટ સિસ્ટમમાં શું કમી છે

કોહલી વિદેશોમાં જીત નોંધાવવા પર ડબલ પોઈન્ટ મળવાના પક્ષમાં છે. હજુ હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમે એશેઝ સીરિઝમાં ઈંગલેન્ડની ધરતી પર રમી શાનદાર રીતે એશેઝની બે ટેસ્ટ જીતી હતી પરંતુ સીરિઝ ડ્રો રહી અને ઓસ્ટ્રેલિયાએ માત્ર 56 પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો. આ સીરિઝમાં એક મેચના 24 અંક હતા. કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલ પુણે ટેસ્ટની પૂર્વ સંધ્યાએ વાત કરતા કહ્યું કે જો તમે મને પોઈન્ટ ટેબલ બનાવવાની વાત કરત તો હું વિદેશી ટેસ્ટ જીત પર ડબલ અંક આપવાની વાત કરત.

શું કહે છે પોઈન્ટ ટેબલ

શું કહે છે પોઈન્ટ ટેબલ

બીજી તરફ દક્ષિણ આફ્રિકી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ કહ્યું હતું કે આ જટિલ છે. નિશ્ચિત રીતે નાની ટેસ્ટ સીરિઝમાં તમને વધુ અંક મળી જશે. બે મેચની સીરિઝમાં તમે 120 અંક મેળવી લેશો પરંતુ પાંચ મેચની સીરિઝમાં આટલા અંક હાંસલ કરવા મુશ્કેલ રહેશે. ટેબલમાં અન્ય ટીમની સ્થિતિ આ પ્રકારે છે.

ભારત - 160 (3 ટેસ્ટ)
ન્યૂઝીલેન્ડ - 60 (2 ટેસ્ટ)
શ્રીલંકા- 60 (2 ટેસ્ટ)
ઓસ્ટ્રેલિયા- 56 (5 ટેસ્ટ)
ઈંગ્લેન્ડ- 56 (5 ટેસ્ટ)
વેસ્ટ ઈન્ડિઝ- 0 (2 ટેસ્ટ)
દક્ષિણ આફ્રિકા- 0 (1 ટેસ્ટ)

<strong>આ 5 ખેલાડીઓના નામે રહ્યું છે હેટ્રિક યર 2019, 2 ભારતીયો પણ સામેલ</strong>આ 5 ખેલાડીઓના નામે રહ્યું છે હેટ્રિક યર 2019, 2 ભારતીયો પણ સામેલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
virat kohli wants to make big changes in the point system of world test championship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X