For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Troll: સહેવાગે ઉજવ્યો 'પાકિસ્તાન કા ભૂત બનાયા' દિવસ

ભારતીય ટીમ ટેસ્ટ સિરિઝ માટે પાકિસ્તાન ગઇ હતી અને સહેવાગે આઝના દિવસે જ પાકિસ્તાની ખૂબ ધુલાઇ કરી હતી. ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે સહેવાગે 200 રન પૂરા કર્યા હતા.

By Shachi
|
Google Oneindia Gujarati News

ધુરંધર ખેલાડી વિરેન્દ્ર સહેવાગ જ્યાં સુધી ક્રિકેટ રમ્યા ત્યાં સુધી મેદાન પર છવાયેલા રહ્યા અને રિટાયર થયા બાદ તેઓ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. સહેવાગે સોમવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર એક ફોટો શેર કરતાં ટ્વીટ કર્યું કે, "11 વર્ષ પહેલા આજના જ દિવસે #PakistanKaBhootBanaya દિવસ ઉજવવાની તક મળી હતી."

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ટેસ્ટ સિરિઝ માટે પાકિસ્તાન ગઇ હતી અને સહેવાગે આજના દિવસે જ પાકિસ્તાનની ખૂબ ધુલાઇ કરી હતી. ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે સહેવાગે 200 રન પૂરા કર્યા હતા.

virendra sehwag

'પાકિસ્તાન કા ભૂત બનાયા'ને હેશટેગની જેમ વાપરી વિરેન્દ્ર સહેવાગે પોતાની જૂની મેચ યાદ કરી હતી. આ મેચમાં પાકિસ્તાની ટીમે યૂનુસ ખાન (199), મોહમ્મદ યૂસુફ (173), શાહિદ આફરીદી (103) અને કામરાન અકમલ (102) ના પ્રબળ યોગદાનથી 679 રન કર્યા હતા.

અહીં વાંચો - કપ્તાની છોડ્યા બાદ પહેલીવાર બોલ્યા ધોની, કહ્યું કોઇ અફસોસ નથી

જેના જવાબમાં વિરેન્દ્ર સહેવાગ (254) અને રાહુલ દ્રવિડે (128) પાકિસ્તાની બોલરને હંફાવી સાથે મળીને 410 રન કર્યા હતા. વરસાદને કારણે મેચમાં બાધા આવતા પાંચમા દિવસ સુધી રાહુલ દ્રવિડ નોટ આઉટ રહ્યા હતા અને મેચ ડ્રો થઇ ગઇ હતી. વિરેન્દ્ર સહેવાગને સૌથી ઝડપી બમણી સદી ફટકારવા બદલ 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Virender Sehwag, famed for dominating the cricket field with his destructive shots, is now grabbing eyeballs with his humor and wit on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X