For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે, સહેવાગે કર્યું જબરદસ્ત ટ્વીટ

આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે, સહેવાગે કર્યું જબરદસ્ત ટ્વીટ

|
Google Oneindia Gujarati News

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ. શ્રૃંખલાની ચોથી મેચ મંગળવારે બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવ્યું. આ જીત બાદ ગાબામાં ભારતીય ટીમની જીતનું સપનું સાકાર થઈ ગયું. ભારતીય ટીમે ટેસ્ટ શ્રૃંખલા પણ 2-1થી જીતી. આ જીત બાદ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે, આ નવું ભારત છે... તે ઘરમાં ઘૂસે છે અને મારે છે.

sehwag

ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં જીત માટે 328 રનનો લક્ષ્ય રાખ્યો. ભારતીય ટીમે 96.6 ઓવરમાં 7 વિકેટ ગુમાવી આ પડકારને પાર કરી લીધો. ભારતીય ટીમને શુભેચ્છા પાઠવતાં પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે એક ટ્વીટ મોકલ્યું. જે હાલ તોફાનની માફક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

સહેવાગે ટ્વીટ કર્યું, "ખુશીથી પાગલ. આ નવું ભારત છે. ઘરમાં ઘૂસીને મારે છે. એડિલેડ ટેસ્ટ બાદ ભારતના સૌથી યુવા ખેલાડીઓએ બધાને ખુશ કરી દીધા. અમે પહેલા પણ વિશ્વકપ જીત્યો છે, પરંતુ આજની જીત બહુ મહત્વપૂર્ણ છે. અને હા, પંતે આ જીતને વધુ મહત્વપૂર્ણ બનાવી દીધી છે." આ જીત સાથે સહેવાગે મજેદાર ફોટો પણ પોસ્ટ કર્યો છે.

IND vs AUS: ભારતના યુવાઓએ રચ્યો ઈતિહાસ, ગાબામાં પહેલીવાર હાર્યું ઓસ્ટ્રેલિયાIND vs AUS: ભારતના યુવાઓએ રચ્યો ઈતિહાસ, ગાબામાં પહેલીવાર હાર્યું ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાના 328 રનનો પીછો કરતાં ભારત માટે શુભમન ગિલે સૌથી વધુ રન બનાવ્યા. તેમણે 146 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 91 રન બનાવ્યા. ભારતીય ટીમની અબેદ્ય દીવાર ચેતેશ્વર પુજારાએ 201 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા. તેમણે ભારતીય ટીમ સાથે ભાગીદારી કરી. તેમની સાથે ભારતીય વિકેટકીપર ઋષભ પંત નિર્ણયક ક્ષણમાં બેટિંગ કરવા આવ્યા, તેમણે તોફાની ઈનિંગ રમતા અણનમ 89 રન બનાવ્યા. તેમણે 138 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 89 રન બનાવ્યા. તેમણે 96.6 ઓવરમાં એક વિજયી ચોગ્ગો લગાવી ભારતને જીત અપાવી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
virendra sehvag's master stroke after india's victory, tweet went viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X