For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીવીએસ લક્ષ્મણે મોટેરાની પિચ સાથે બેટ્સમેનોની ટેક્નિક પર પણ સવાલો ઉઠાવ્યા

વીવીએસ લક્ષ્મણે મોટેરાની પિચ સાથે બેટ્સમેનોની ટેક્નિક પર પણ સવાલો ઉઠાવ્યા

|
Google Oneindia Gujarati News

ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ માચ્ર બે દિવસમાં જ ખતમ થઈ ગઈ, જે બાદથી અમદાવાદની પિચને લઈ સવાલો ઉઠી રહ્યા છે. પિચને લઈ ચાલી રહેલો વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટ મેચને બીજા જ દિવસે 10 વિકેટથી જીતી લીધી અને સીરિઝમાં 2-1થી બઢત હાંસલ કરી લીધી. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉન, એલિસ્ટર કુકે પણ મોટેરા પિચ પર સવાલો ઉઠાવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઈયાન ચૈપલ અને કેવિન પીટરસને પણ પિચની ટિકા કરી હતી.

vvs laxaman

આ દરમ્યાન દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પણ મોટેરાની પિચને લઈ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. લક્ષ્મણનું માનવું છે કે મોટેરાની પિચ આદર્શ ટેસ્ટ ક્રિકેટની પિચ નહોતી, સાથે જ તેમણે કહ્યું કે બેટ્સમેનોએ મુશ્કેલ પડકારમાં સારી રીતે બેટિંગ નહોતી કરી. લક્ષ્મણે કહ્યું કે પિચ મુશ્કેલ હતી પરંતુ બેટ્સમેનોએ સ્પિન વિરુદ્ધ સારી ટેક્નિકનો ઉપયોગ ના કર્યો, તમે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે બેટિંગ કરો છો તો ત્યારે તમારે સારી ટેક્નિકનો ઉપયોગ કરવો જોઈએ.

પિચને લઈ લક્ષ્મણે કહ્યું કે બેટ્સમેન બિલકુલ નથી માનતા કે પિચ આદર્શ ક્રિકેટની પિચ નહોતી, આખરે તમે કેટલી વાર જોયું કે ટેસ્ટ મેચમાં સ્પિન બોલર નવા બોલ સાથે શરૂઆત કરે છે, અહીં તો મેચ પિંક બોલથી થઈ રહી હતી. મેં ભારતમાં કેટલીય મેચ રમી છે અને ભજ્જી, અનિલ કુંબલે જેવા બોલરનો સામનો નવા બોલથી કર્યો છે. મને યાદ છે કે 2004માં એક છેડે સ્પિન બોલર બોલિંગ કરી રહ્યા હતા અને બીજા છેડે ઝાહીર ખાન બોલિંગ કરી રહ્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
VVS Laxman also questioned the batsmen's technique along with Motera's pitch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X