ભારતના સૌથી સફળ કોચ કોણ? જાણો લિસ્ટમાં કોના કોના નામ?
ભારતને વર્લ્ડ કપ જીતાડીને રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચ પદેથી વિદાય લીધી છે અને ગૌતમ ગંભીરને કોચ બનાવાયા છે.
કોચની ચર્ચા આવે એટલે ક્રિકેટ ફેન્સના મનમાં એ સવાલ ચોક્કસ આવે કે ભારતના સૌથી સફળ કોચ કોણ? આ લિસ્ટમાં રાહુલ દ્રવિડથી લઈને ગેરી ક્રસ્ટન સુધીના નામ સામેલ છે.

જ્હોન રાઈટ
ન્યુઝીલેન્ડના જોન રાઈટ વર્ષ 2000માં ભારતના કોચ બન્યા હતા. તે 2005 સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહ્યા. આ સમયગાળા દરમિયાન ભારતે ત્રણેય ફોર્મેટમાં 182 મેચ રમી હતી. ભારતને 89 મેચમાં જીત અને 71 માં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્હોન રાઈટની જીતની ટકાવારી 48.9 હતી.
ગ્રેગ ચેપલ
ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ 2005માં ભારતના કોચ બન્યા હતા. તે 2007 સુધી આ પદ પર રહ્યા. ટીમ ઈન્ડિયાએ તેમના કોચિંગ હેઠળ 81 મેચ રમી છે. આ દરમિયાન ભારતે 40 મેચ જીતી છે. ભારત 31 મેચમાં હારી ગયું છે. ગ્રેગ ચેપલના કોચિંગ હેઠળ ભારતની જીતની ટકાવારી 49.4 હતી.
ગેરી કર્સ્ટન
દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટન 2008 થી 2011 સુધી ભારતના કોચ હતા. તેના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2011 ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારતને સૌથી મોટી સફળતા મળી. કર્સ્ટનના નેતૃત્વમાં ભારતે 144 મેચ રમી અને 85માં જીત મેળવી. ટીમ ઈન્ડિયાને 44 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતની જીતની ટકાવારી 59 હતી.
ડંકન ફ્લેચર
ઝિમ્બાબ્વેના ડંકન ફ્લેચર 2011 થી 2015 સુધી ભારતના કોચ હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 171 મેચમાં 92 જીત મેળવી છે. 62 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતની જીતની ટકાવારી 53.8 હતી.
અનિલ કુંબલે
પૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન અનિલ કુંબલે 2016 થી 2017 સુધી કોચનું પદ સંભાળ્યું હતું. આ દરમિયાન ભારતે 37 મેચમાં 23 જીત મેળવી છે. ભારત 8 મેચમાં હારી ગયું. કુંબલેના કોચિંગ હેઠળ જીતવાની ટકાવારી 62.1 હતી.
રવિ શાસ્ત્રી
કુંબલે બાદ રવિ શાસ્ત્રી 2017માં કોચ બન્યા. તેઓ 2021 સુધી આ પદ પર રહ્યા. શાસ્ત્રીના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ 184 મેચમાં 121 જીત હાંસલ કરી હતી. 53 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જીતની ટકાવારી 65.8 હતી.
રાહુલ દ્રવિડ
પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ 2021માં રવિ શાસ્ત્રી બાદ કોચ બન્યા હતા. દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જે બાદ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો. તેના કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતે 144 મેચ રમી. આ સમયગાળા દરમિયાન 103 મેચ જીતી અને 36 હાર્યા. ભારતની જીતની ટકાવારી 71.5 હતી. 2000 પછી કોઈપણ પૂર્ણ-સમયના કોચની આ શ્રેષ્ઠ જીતની ટકાવારી હતી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
