કોહલીએ જણાવ્યું, વર્લ્ડ કપ 2019ની ડ્રીમ ટીમમાં કોને મળશે જગ્યા
કોહલીએ જણાવ્યું, વર્લ્ડ કપની ડ્રીમ ટીમમાં કોને મળશે જગ્યા
નવી દિલ્હીઃ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર ઓસ્ટ્રેલિયા વર્સિઝ ભારત વચ્ચેના નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર ટોસ હારી ગયા. ટોસની ઠીક બાદ કોહલીએ એક એવું નિવેદન આપ્યું જેનાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપની ડ્રીમ ટીમમાં જેને જગ્યા મળશે તેનું નામ વિરાટ અને ટીમ મેનેજમેન્ટ નક્કી કરી ચૂક્યા છે અને હવે તેની માત્ર ઔપચારિક ઘોષણા કરવાની જ બાકી છે. વિરાટે જે નિવેદન આપ્યું અને આખરી ઓડીઆઈની ટીમમાં જે બદલાવ કર્યા તે બાદ અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો હતો કે દિને કાર્તિક વિર્લ્ડ કપનો ભાગ નહિ હોય? જાણો કોહલીએ એવું શું કહ્યું જેનાથી વર્લ્ડકપ ટીમની અટકળો તેજ થઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયામાં ત્રણ વસ્તુનું મિશ્રણ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હી ઓડીઆઈમાં ટીમની પસંદગીમાં ત્રણ ચીજોનું મિશ્રણ દેખાડ્યુ. નિડરતા, આક્રમકતા અને મજબૂતી, ટીમ ઈન્ડિયાના મિશન વિશ્વ કપમાં આ ત્રણ ગુણ આ ટીમને વિશ્વ વિજેતા બનાવવાની ભૂમિકા નિભાવનાર છે. ઋષભ પંત ટીમ ઈન્ડિયાના એકમાત્ર ખેલાડી છે જે કોઈપણ સ્થિતિમાં ડર્યા વિના રમવાનો જુસ્સો ધરાવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિજય શંકર બેકઅપ તરીકે ટીમનો ભાગ હશે ઉપરાંત હાર્દિકની ફિટનેસ અને રિધમમાં આવવાનો ઈંતેજાર કરવામાં આવશે. જાણો વિરાટે ટોસ હાર્યા બાદ વિશ્વ કપ 2019માં પણ શું આ ટીમ જ જોવા મળશે? તેના જવાબમાં વિરાટે શું કહ્યું.

લોકેશ રાહુલની મુશ્કેલી વધી
ઓસ્ટ્રેલિયા સામે ટોસ હાર્યા બાદ જ્યારે મુલી કાર્તિકે વિરાટ કોહલીને વર્લ્ડકપમાં ટીમ કેવી હશેનો સવાલ પૂછ્યો તો વિરાટે જવાબ આપ્યો કે અમે દુનિયાની શ્રેષ્ઠ ચેઝિંગ ટીમ છીએ આજે આ દેખાડવાનો મોકો છે કે આ વાતને સાબિત કરીએ. પાછલી કેટલીક ગેમ અમારા પક્ષમાં ન આવી પરંતુ ઓસ્ટ્રેલિયાએ અમારાથી સારું ક્રિકેટ રમ્યું છે. જો ટીમ કમ્પોઝિશનની વાત કરવામાં આવે તો વિશ્વકપને ધ્યાનમાં રાખતા અમે એ જાણીએ છીએ કે અમે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. અમે એવી ટીમ બિલકુલ નથી જેને કરાવી ન શકાય અને એવી ટીમ છીએ જે કોઈપણ દિવસે અમારાથી સારું રમી રહેલાને પણ હરાવી શકીએ. દિલ્હી ઓડીઆઈમાં લોકેશ અને યૂઝવેન્દ્રને અંતિમ 11માં જગ્યા ન મળી. જો વિરાટના નિવેદનનું વિશ્લેષણ કરવામાં આવે તો રાહુલને મોકો મળ્યા બાદ પણ કોઈ મોટી ઈનિંગ ન રમી શક્યો માટે તે ટીમમાં ઓપનરનો બેકઅપ બનશે જ્યારે ચહલની જગ્યાએ કુલદીપને આ મેચમાં વધુ સફળતા મળી તો એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે કુલદિપ ટીમનો પહેલી પસંદગી હશે.

લાંબા સમય બાદ 5 રેગ્યુલર બોલર્સ
ટીમ ઈન્ડિયામાં ચહલને બદલે ઓલ રાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાને જગ્યા મળી છે. વિરાટે જાડેજાને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા પર કહ્યું કે એક વધારાના બોલર ઓપ્શન ટીમને સંતુલિત બનાવે છે અને મને એવું લાગે છે કે વર્લ્ડકપ જેવી મોટી ઈવેન્ટ માટે ટીમનું બેલેન્સ હોવું જરૂરી છે. ધવનના ફોર્મમાં વાપસીથી તેની જગ્યા નક્કી છે, જ્યારે દિલ્હી ઓડીઆઈમાં કેપ્ટન વિરાટ 5 રેગ્યુલર બોલર્સ સાથે ઉતર્યા. લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપથી પહેલા દરેક વિકલ્પને અજમાવી લેવા માગે છે જેનાથી દરેક નવા વિકલ્પની જાણકારી મળી જાય. વિજય શંકરને પણ ઓપનર તરીકે માનવામાં આવી રહ્યા છે ઉપરાંત પિચના મિઝાજને જોતા જાડેજાને પણ અજમાવી શકાય છે. કેમ કે જાડેજાએ ઈંગ્લેન્ડમાં પહેલા પણ કેટલીય વખત સારું પ્રદર્શન કર્યું છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
