For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો રૂટની શાનદાર બેવડી સદી બાદ IPL ફ્રેન્ચાઈઝી તેમનામાં રસ દેખાડશે?

જો રૂટની શાનદાર બેવડી સદી બાદ IPL ફ્રેન્ચાઈઝી તેમનામાં રસ દેખાડશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જો રૂટે 2021માં જે ફોર્મ દેખાડ્યું તે દાંત વચ્ચે આંગળી દબાવવા બરાબર છે. જો રૂટે પોતાનો અસલી ક્લાસ દેખાડ્યો, જે તેમના કરિયરની શરૂઆત પર નજર નાખતાં જ જોઈ શકાશે. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા જો રૂટે આ મેચમાં બેવડી સદી ફટકારી છે.

એકેય આઈપીએલ ફ્રેન્ચાઈઝી કેમ નથી ખરીદી રહી?

એકેય આઈપીએલ ફ્રેન્ચાઈઝી કેમ નથી ખરીદી રહી?

જો રૂટ આઈપીએલનો ભાગ નથી તે તો બધા જાણે જ છે. મીડિયામાં કોહલી વર્સિસ સ્મિથનું માર્કેટિંગ થતું હતું અને બચ્યું કુચ્યું ધ્યાન સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન લઈ જતા હતા.

આરપીજી ગ્રુપમાં મુખ્યા હર્ષ ગોયંકાએ પણ આ સવાલ ઉઠાવ્યો કે જો રૂટને એકેય આઈપીએલ ફ્રેન્ચાઈઝી કેમ નથી લઈ રહી? આખરે સમસ્યા શું છે? તેમણે રૂટને શાનદાર સદી બદલ શુભેચ્છા પાઠવી.

રૂટે પૂછ્યું- આઈપીએલ માટે હું શું કરું?

રૂટે પૂછ્યું- આઈપીએલ માટે હું શું કરું?

એટલું જ નહિ, આ બિઝનેસ મેને એવો પણ ખુલાસો કર્યો કે એકવાર રૂટે એમને પૂછ્યું હતું કે આઈપીએલ ફ્રેન્ચાઈઝી તેમને રમાડવા માટે વિચાર કરે એના માટે હું શું કરું. રૂટ હજી સુધી ક્યારેય ભારતીય પ્રીમિયર લીગમાં નથી રમ્યા.

જેની પાછળનું મુખ્ય કારણ છે ઈંગ્લેન્ડ માટે ટી20 ફોર્મેટમાં રૂટનો સૌથી ખરાબ રેકોર્ડ છે. ઈંગ્લિશ ટેસ્ટ કેપ્ટને મે 2019 બાદથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ નથી રમ્યો. 32 ટી20 ઈન્ટરનેશનલમાં રૂટે 126.3ની સ્ટ્રાઈક રેટ અને 35.7ની એવરેજથી 893 રન બનાવ્યા છે. તેમણે પહેલીવાર 2018માં આઈપીએલ હરાજીમાં પ્રવેશ કર્યો હતો પરંતુ અનસોલ્ડ રહ્યા હતા.

હર્ષ ગોયંકાએ સવાલ ઉઠાવ્યો

હર્ષ ગોયંકાએ સવાલ ઉઠાવ્યો

આ વિશે ટ્વીટ કરતાં હર્ષ ગોયંકાએ કહ્યું કે, '100મી ટેસ્ટમાં સદી, શાનદાર ત્રીજી સદી- વાહ શાનદાર ઈનિંગ છે જો રૂટ. જ્યારે તેઓ મને મળ્યા હતા ત્યારે પૂછ્યું હતું કે આઈપીએલમાં જગ્યા મેળવવા માટે તેમણે શું કરવું જોઈએ, એકેય ટીમ તેમને કેમ નથી લઈ રહી.'

શું હવે રૂટને આઈપીએલમાં જગ્યા મળશે?

શું હવે રૂટને આઈપીએલમાં જગ્યા મળશે?

આમ તો જો રૂટ ચેન્નઈ ટેસ્ટમાં ડબલ સેન્ચ્યુરી લગાવી ચૂક્યા છે પરંતુ શું આ એ વાતની ગેરન્ટી છે કે તેમને આઈપીએલમાં જગ્યા મળશે? હા આ ટેસ્ટ ફોર્મેટ છે અને ટી20 અલગ છે પરંતુ કોઈ બેટ્સમેનનું ફોર્મમાં હોય તો કોઈપણ ફોર્મેટમાં બોલર્સને હંફાવી શકે છે. બેટ્સમેન માટે ટેસ્ટ ક્રિકેટ સૌથી અઘરું હોય છે જ્યારે ટી20 એટલું મુશ્કેલ નથી હોતું. પરંતુ મામલો ત્યારે પલટી જાય ચે જ્યારે તમે માત્ર ટી20માં તોફાન પેદા કરે છે અને ટેસ્ટ નથી રમતા. ત્યારે કોઈ ના કહી શકે આ ટી20 બેટ્સમેનને ટેસ્ટમાં મોકો મળવો જોઈએ. કેરેબિયાઈ ટીમમાં આવા જ ટી20 શૂરવીર છે પરંતુ તેમને ટેસ્ટ માટે લાયક ના માની શકાય. ઉમ્મીદ કરીએ છીએ કે આ વખતે આઈપીએલમાં પણ જો રૂટનો ક્લાસ જોવા મળે.

IND vs ENG: જો રૂટે 100 ટેસ્ટ પૂરા કર્યા, આવું કરનાર પહેલો ક્રિકેટર બન્યોIND vs ENG: જો રૂટે 100 ટેસ્ટ પૂરા કર્યા, આવું કરનાર પહેલો ક્રિકેટર બન્યો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Will franchise show interest on joe root after his fabulous double century?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X