For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું સેમીફાઈનલમાં પહોંચશે પાકિસ્તાન? જાણો શું છે ગણીત

શું સેમીફાઈનલમાં પહોંચશે પાકિસ્તાન? જાણો શું છે ગણીત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ની 40મી લીગ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ વિરુદ્ધ જીત હાંસલ કરી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા બાદ ભારત વર્લ્ડ કપમાં ટૉપ-4 સ્લૉટમાં જગ્યા બનાવનાર બીજી ટીમ બની ગઈ છે. સેમીફાઈનલની રેસમાં હજુ ત્રણ ટીમ એકબીજી સાથે મુકાબલો કરશે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની જીત બાદ જ્યાં બંગાલ ટાઈગર્સની સેમીફાઈનલ પહોંચવાની ઉમ્મીદ પર પાણી ફરી વળ્યું છે, ત્યારે પાકિસ્તાન માટે પણ હવે કોઈ ઉમ્મદી બચી નથી, અહીં જાણો શું છે સેમીફાઈનલમાં પહોંચવાનું સમગ્ર ગણીત.

કઈ ટીમ થઈ ગઈ છે ટૂર્નામેન્ટની બહાર

કઈ ટીમ થઈ ગઈ છે ટૂર્નામેન્ટની બહાર

વર્લ્ડ કપ 2019માં અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને વિંડીઝ આમ આ 5 ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. જ્યારે ઈંગ્લેન્ડ, ન્યૂજીલેન્ડ અને પાકિસ્તાન એમ ત્રણ ટીમ છે જે હજુ પણ સેમીફાઈનલની રેસમાં સામેલ છે. દર મેચની સમાપ્તિ બાદ જીતનાર ટીમને 2 અંક મળે છે અને મેચ ટાઈ કે વરસાદને કારણે રદ્દ થાય છે તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળે છે. ટૉપ 4માં સામેલ થવા માટે નેટ રન રેટ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે, જાણો ભારત સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ હવે કેવાં સમીકરણો છે..

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડ

બુધવારે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ મુકાબલામાં જો કીવી ટીમ મેચ જીતી જાય છે તો વર્લ્ડ કપ 2015 બાદ ન્યૂઝીલેન્ડ ટીમ ફરી એકવાર સેમીફાઈનલમાં ક્વોલિફાઈ કરી લેસે. 8 મુકાબલામાંથી 5 જીત સાથે ન્યૂઝીલેન્ડ પાસે 11 અંક છે સાથે જ ટીમની રન રેટ +0.572 છે. જ્યારે ઈંગ્લેન્ડ આ મેચ જીતે છે તો તે પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લેશે. 8 મેચમાંથી 5માં જીત સાથે ઈંગ્લેન્ડને 10 અંક મળ્યા છે અને ટીમની નેટ રન રેટ +1.000 છે.

કેવી રીતે પહોંચશે પાકિસ્તાન?

કેવી રીતે પહોંચશે પાકિસ્તાન?

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેજબાન ટીમ ઈંગ્લેન્ડ જો 3 જુલાઈના મુકાબલામાં હારી જાય ચે અને પાકિસ્તાનના મેચ પરિણામ પર તેનું સમીકરણ ટકશે. ઈંગ્લેન્ડની હારની સ્થિતિમાં તેમની પાસે 9 મુકાબલામાં 10 અંક થઈ જશે એવી સ્થિતિમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચનું પરિણામ જ આ ટીમને સેમીફાઈનલની ટિકિટ અપાવી શકશે. પાકિસ્તાન જો બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાનો અંતિમ મુકાબલો જીતે છે તો તેમના 9 મુકાલામાં 11 અંક થશે અને ન્યૂઝીલેન્ડને જો ઈંગ્લેન્ડ હરાવી દે તો પાકિસ્તાન ટીમ પણ સેમી ફાઈનલમાં જગ્યા બનાવી શકે છે.

ઈંગ્લેન્ડની જીત પર કેવું હશે કેલક્યુલેશન

ઈંગ્લેન્ડની જીત પર કેવું હશે કેલક્યુલેશન

બુધવારે રમાઈ રહેલ મુકાબલામાં જો ન્યૂઝીલેન્ડની ટીમ હારી જાય ચે અને પાકિસ્તાન 05 જુલાઈએ રમાનાર મેચમાં બાંગ્લાદેશને હરાવી દે છે તો પણ કીવી ટીમ જ સેમી ફાઈનલમાં જગ્યા બનાવી શકશે કેમ કે પાકિસ્તાનના મુકાબલે તેમનો નેટ રન રેટ બહુ સારો છે. ન્યૂઝીલેન્ડનો નેટ રન રેટ જ્યાં +0.572 છે તો પાકિસ્તાનનો નેટ રનરેટ -0.792 છે.

WC 2019: બાંગ્લાદેશને હરાવી ભારતીય ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી લીધી WC 2019: બાંગ્લાદેશને હરાવી ભારતીય ટીમે સેમીફાઈનલમાં એન્ટ્રી લીધી

કોણકેવી રીતે બનશે ટેબલ ટોપર

કોણકેવી રીતે બનશે ટેબલ ટોપર

લીગ ફેઝનો આખરી મુકાબલો 6 જુલાઈએ રમાશે, જો ઓસ્ટ્રેલિયા પોતાના અંતિમ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને હરાવી દે છે તો તે ટેબલ ટૉપર બની જશે અને તેમની પાસે 9 મુકાબલામાં 8 જીત સાથે 16 અંક થઈ જશે. આ દિવસે જ ભારત અને શ્રીલંકા વચ્ચે લીગ મુકાબલામાં જો ટીમ ઈન્ડિયા શ્રીલંકા ટીમને હરાવી દે છે અને ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની મેચ હારી જાય છે તો ભારતીય ટીમ પાસે 8 મુકાબલામાં 7 જીત સાથે 15 અંક હશે અને આ ટીમ ટેબલમાં શીર્ષ પર હશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચમાં વરસાદે વિઘ્ન નાખતાં ટીમ ઈન્ડિયાને માત્ર એક અંક જ મળ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
will pakistan qualify for the semifinal or not? here is math
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X